Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ ૦ ગાથા ૫મીમાં ‘ચઉવીસં પિ'થી ૨૪ અને બીજા અનંત જિનવર તીર્થંકર જોવાના, એ પણ હાથ જોડી નિર્મળ અને અક્ષય સ્વરૂપ જોઇ એમના પ્રસાદ-પ્રભાવની માંગણી કરવાની, અર્થાત્ પ્રભાવ આપણે ઝીલીએ એવી અભિલાષા કરવાની. પ્રસાદ-પ્રસન્નતાકૃપા-કરૂણા બધું એમના અચિંત્ય પ્રભાવસ્વરૂપ છે. • ગાથા - ૬માં જોવાનું કે બધા ભગવાનનું ત્રણે લોકમાં કીર્તન-વંદન-(મૂર્તિદ્વારા) પૂજન થયેલું છે, અને એ મંત્રસિદ્ધ વિદ્યાસિદ્ધ આદિમાં શ્રેષ્ઠ શુદ્ધ-બુદ્ધ-મુક્તસિદ્ધ છે એ જોવાનું. આપણને ભાવ આરોગ્ય-મોક્ષ માટે બોધિલાભ (વીતરાગતા સુધીનો જૈનધર્મ) અને ઉત્તમ ભાવસમાધિ આપો એમ પ્રાર્થના કરવાની. ગાથા ૭મીમાં ચિત્રમાં છેક નીચે બતાવ્યા પ્રમાણે ભગવાનને ચંદ્ર-સૂર્યસાગર કરતાંય અધિક નિર્મળ, પ્રકાશક, અને ગંભીર તથા સિદ્ધશિલા પર બિરાજમાન સિદ્ધ તરીકે જોતાં એ મોક્ષ આપો એવી પ્રાર્થના કરવાની. अन्नत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डणं वाय- निसग्गेणं भमलीए पित्त-मुच्छाए सुहुमेहि अंग-संचालेहिं सुहुमेहिं खेल-संचालेहिं सुहुमेहिं दिट्ठि-संचालेहिं एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेण न पारेमि ताव कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि । અન્નલ્થ સૂત્ર पज्बुवासामि, दुविहं तिविहेणं, मणं वाया कायेणं, न करेमि, न कारवेमि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि (અર્થ ) સિવાય શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસુ ખાવું, ઓડકાર આવવો. વાછૂટ થવી, ચક્કર આવવા, પિત્તવિકારથી મૂર્છા આવવી. સૂક્ષ્મ અંગસંચાર થવો સૂક્ષ્મ કફ સંચાર થવો સૂક્ષ્મ દૃષ્ટિસંસાર થવો ઇત્યાદિ અપવાદો (સિવાય) મારે સર્વથા કે અંશે (પણ) અભગ્ન કાયોત્સર્ગ (કાયાના ત્યાગથી યુક્ત ધ્યાન) હો. જ્યાં સુધી (નમો અરિહંતાણં બોલવા પૂર્વક) અરિહંત ભગવંતોને નમસ્કાર કરવા વડે (કાયોત્સર્ગ) ન પાયું, ત્યાં સુધી (અપ્પાણં=) મારી પોતાની કાયાને સ્થિરતા, મૌન અને ધ્યાન રાખીને વોસિરાવું છું. ( ઊભી નિશ્ચલ અવસ્થામાં છોડી દઉં છું.) કરેમિ ભંતે સૂત્ર રેમિ ભંતે ! સામાન્ડ્સ | (અર્થ)- હે ભગવંત ! હું સામાયિક કરું છું. પાપવાળી પ્રવૃત્તિનો સાવપ્ન નોનું પવ્યવસ્વામિ । નાવ નિયમ પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરું છું, (તેથી) જ્યાં સુધી હું (બે ઘડીના) નિયમનું સેવન કરું, (ત્યાં સુધી) ત્રિવિધથી મન-વચન-કાયાથી દ્વિવિધ (સાવધ પ્રવૃત્તિ) હું કરીશ નહિ, કરાવીશ નહિ, હે ભગવંત ! (અત્યાર સુધી કરેલ) સાવદ્યનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. (એવા સાવધભાવવાળા મારા) આત્માનો ત્યાગ કરું છું. (વિવેચન) ‘સામાયિક’ એ એક એવું અનુષ્ઠાન છે કે જેમાં ‘સમાય’=સમભાવનો આય (લાભ) થાય. આ સામાયિક ‘સાવદ્યયોગ’ યાને મન- વચન-કાયાથી પાપવાળી પ્રવૃત્તિના પચ્ચક્ખાણ (=પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ)થી થઇ શકે છે. આમાં પચ્ચક્ખાણ કેવા પ્રકારનું છે ? તો કે જ્યાં સુધી ‘નિયમ’ બે ઘડીનો અભિગ્રહ ચાલે ત્યાં સુધી મન-વચન-કાયાથી સાવદ્યયોગ સ્વયં ન કરવો અને બીજા પાસે ન કરાવવો.... આ સાવદ્યયોગનું પચ્ચક્ખાણ (ત્યાગ-પ્રતિજ્ઞા) શુદ્ધ થાય એટલા માટે આજ સુધી કરેલ સાવદ્યયોગનું * ‘પ્રતિક્રમણ’ = ‘મિચ્છામિ દુક્કડં' કરી મનને સાવધયોગથી પાછું ફેરવવું. * (૨) ‘નિન્દા’ - એ યોગની સ્વાત્મસાક્ષીએ ઘૃણા-દુર્ગંછા કરવી, * ૩) ‘ગહ’ ગુરુસાક્ષીએ ઘૃણા કરવી, અને * (૪) ‘અપ્પાણં વોસિરામિ' બોલતાં પૂર્વે સાવદ્યયોગ જે કષાયભાવથી કરેલ તે કષાયવાળા સ્વાત્માનું મમત્વ આમ મૂકી દેવું, કે ‘અરે ! કેવો મારો દુષ્ટ આત્મા કે એણે આવો કષાયભાવ અને પાપપ્રવૃત્તિ કરી ?' એમ એવા દુષ્ટ સ્વાત્માની ઘૃણા કરવી. આ સૂત્રને ‘સામાયિક દંડક' કહેવાય છે, એમાં ‘દંડક' એટલે ફકરો, પ્રેરાગ્રાફ, આલાપક (આલાવો) Jain Education Intemation ૧૬

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124