Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ નવકા૨-નવપદ ચિત્ર-વિવષ્ણ ‘શ્રી યોગશાસ્ત્ર’ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બતાવ્યું છે કે હૃદયને કમળ કલ્પી એની મધ્યકણિકામાં ‘નમો અરિહંતાણં' પદ અને આઠ પાંખડીમાં ‘નમો સિદ્ધાણં' આદિ ૮ પદોનું ૧૦૮ વાર ધ્યાન,-આ ‘પદસ્થધ્યાન’ કરતાં એક ઉપવાસનું ફળ મળે, અપૂર્વ શક્તિ પ્રગટે. શ્રી નમસ્કાર મહામંત્રના માત્ર અક્ષરોનું, પદોનું આટલું મહત્ત્વ, તો એના પદાર્થનું મહત્વ કેટલું ? માણસ ફરિયાદ કરે છે કે, ‘(૧) મન નવકારવાળીમાં સ્થિર નથી રહેતું, બીજા ત્રીજા વિચારમાં ચાલ્યું જાય છે, ને (૨) માળા ગણતાં દિલમાં ભાવોલ્લાસ નથી ઉછળતો.' આ બે ફરિયાદોના નિવારણ અર્થે ઉપાય એ છે કે એક જ કમળ યા ચક્રમાં પહેલા પાંચ પદો ઉપરાંત સામે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ પરમેષ્ઠિને અનંત અનંત સંખ્યામાં આ રીતે પોતપોતાની મુદ્રા (Pose)માં કલ્પનાથી જોવાનું કરાય. (૧) અરિહંત ભગવાનની મુદ્રા આ, કે આ ચાંદી-સોના-રત્નના ત્રણ ગઢમય સમવસરણ પર અશોકવૃક્ષ નીચે રત્ન સિંહાસને બિરાજમાન છે, માથે મોતીઓના ઝુંબખડાવાળા ત્રણ છત્ર અને મુખ પાછળ ઝાકઝમાળ ભામંડળ તથા બે બાજુ ઇન્દ્રથી ચામર વીંજાતા શોભી રહ્યા છે. ઊંચું અશોકવૃક્ષ આખા સમવસરણે છાયા આપે છે. એની ઉપર ગગનમાં દેવોના આગમન તથા દેવદુંદુભિ વાગી રહી છે અને નીચે ઝરમર પુષ્પવૃષ્ટિ સુગંધી રેલાવી રહી છે. ઉપરના ત્રીજા ગઢ પર બાકીની ૩ દિશામાં પ્રભુના આબેહુબ જીવંત દેવકૃત બિંબ છે. ચારે બાજુ ૪ નિકાયના દેવ-દેવી તથા મનુષ્ય સ્ત્રી-પુરુષ અને સાધુ- સાધ્વીની ૧૨ પર્ષદા બેઠી છે. પ્રભુ ૩૫ વાણીગુણે ધર્મોપદેશ કરે છે, દેવો બંસરીના સંગીતથી એમાં દિવ્યધ્વનિ પૂરે છે. બીજા ગઢ ઉપર શહેરી જંગલી પશુઓ, પરસ્પર દુશ્મન જેવા પણ સાથે શાંત બેસી જઇ જિનવાણી સાંભળી રહ્યા છે. પહેલા ગઢ પર વાહનો છે. આવા અનંત સમવસરણ અને અનંત પ્રભુ કમળની મધ્યકણિકામાં યા મહાચક્રના મધ્યચક્રમાં જોવાના. ૨) સિદ્ધ ભગવાનની મુદ્રા આ, કે એ અરિહંત પ્રભુની ઉપરની પાંખડી યા ચક્રમાં રત્નમય સિદ્ધશિલા ઉપર ઉજ્વલ સ્ફટિક જેવા યા જ્યોતિસ્વરૂપ બિરાજે છે. એ પણ અનંત છે, વીતરાગ સર્વજ્ઞ છે, અષ્ટકર્મ - રહિત, અશરીરી, નિર્વિકાર, નિશ્ચળ છે. ૩) આચાર્ય મહારાજની મુદ્રા આ, કે એ કરૂણામૂર્તિ ઊંચી પાટ પર બિરાજી જનતાને સર્વજીવહિતકર પવિત્ર પંચાચારનો શાસનપ્રભાવક અણમોલ ઉપદેશ આપી રહ્યા છે, કુમતો, મિથ્યાત્વ અને શંકાઓના નિવારણ કરી રહ્યા છે, અને કેટલાયને ચારિત્ર, દેશવિરતિ તથા સમ્યગ્દર્શન માટે ઉભા કરી રહ્યાં છે, જૈનશાસનનો જયજયકાર સર્જી રહ્યા છે. આવા અનંત આચાર્ય જોવાના. ૪) ઉપાધ્યાય મહારાજની મુદ્રા આ, કે એ કરૂણાસાગર મોટા બાજોઠ પર બિરાજી સામે સાધુ મંડળીને શાસ્ત્ર ભણાવી રહ્યા છે, જેથી અભણો મહાવિદ્વાન બને છે, તપ-સંયમમાં દોટ મૂકે છે. એવી અનંત મંડળી અને અનંત ઉપાધ્યાય દેખાય. ૫) સાધુ મહારાજની મુદ્રા આ, કે એ અનંતની સંખ્યામાં કાયોત્સર્ગધ્યાને ઉભા છે. એમાં વળી કેટલાક વિવિધ ઉપસર્ગ સહતા, કેટલાક કેવળજ્ઞાન પામી દેવોથી સન્માનાતા, કેટલાક મોક્ષ પામી જ્યોતિરૂપે ઉપર જતા દેખાય. આમ જીવંત અનંત પરમેષ્ઠિ જોતાં ભાવોલ્લાસ ખૂબ વધતો રહે છે, તથા એમની અલગ અલગ મુદ્રામાં જોવાના હોઇ મન એ જોવામાં સ્થિર પણ રહે છે. આ પિંડસ્થધ્યાન છે. બાકી ચાર ખૂણાની પાંખડી યા ચક્રોમાં નવકારના છેલ્લા ચાર પદના ભાવ યા પદના સ્પષ્ટ અક્ષર જોવાના. નવપદ-સિદ્ધચક્રનું ધ્યાન કરવું હોય ત્યારે ૪ ખૂણામાં ‘નમો દંસાસ’ વગેરે ચાર પદના ભાવ યા પદ જોવાના. 3 For Private & PE

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 124