________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
કોઇ મનુષ્ય કદાચ પોતાના જ્ઞાન પ્રમાણે ન વર્તી શકે, પણ જો તે પોતાના વર્તનને ભૂલરૂપ માનતા હાય તો તેના ઉદ્ધારને વાસ્તે માર્ગ
છે. જેવી ભાવના તે પ્રમાણે મનુષ્યનું વર્તન થાય છે. તેજ વર્તન લાંબો સમય કરવાથી ટેવ પડે છે, તે ટેવ સમય જતાં સ્વભાવરૂપ થઇ જાય છે, અને તે સ્વભાવ સાથે મનુષ્ય બીજા ભવમાં જન્મે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે મનુષ્યની માન્યતા અને તે ઉપરથી તેના મનમાં સ્ફુરતી ભાવનાએ એજ મનુષ્યના જીવનને દોરનારી છે.
એજ પુસ્તકના ૨૫મા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે • નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જે જીવનું મન સમાન છે, તેને સામાયિકમાં સ્થિત થયેલા પુરૂષ ગણવા.’ આ શ્લોક જણાવે છે કે ઉચ્ચ જીવન ગાળવાના અભ્યાસીએ સમવિષમ સ્થિતિમાં તેમજ તેને અંગે થતી પ્રશ'સા કે નિંદાના સમયમાં, રળેલા માન કે અપમાનના પ્રસંગમાં સમતાલવૃત્તિ રાખતાં શીખવું જોઇએ. આ સમાનૃત્ત રાખવાને ઉત્તમ માર્ગ એ છે કે તેણે પેાતાના મન સાથે નીચેનું સૂત્ર ગુથી દેવું. તે સૂત્ર કહે છે કે થપિ મિતિ-આ પણ જતું રહેશે. માન પણ જશે, તેમ અપમાન પણ ચાલ્યું જશે. પ્રશંસા જશે તેમ નિદા પણ જશે. સુખ પણ જશે તેમ દુઃખ પણ જશે. આ દ્વન્દ્વમાંથી કાઈ પણ બાબત સ્થાયી નથી. તે તેને વાસ્તે હર્ષ શાક નહિ કરતાં મનને સ્થિર રાખવાના પ્રયત્ન કરો. જે મનુષ્ય તે તે સંયેાગામાં મનને સમભાવે રાખી શકે છે તેજ શાંતિ અનુભવી શકે છે. આવા ઘણા શ્લોકા આ લેખકની નજર આગળ તરી આવે છે, જેનાપર લંબાણથી વિવેચન કરી શકાય. પણ અત્રે વિવેચન કરવાને
For Private And Personal Use Only