________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગમાં આગળ વધવું હોય તે આ સમભાવને ગુણ ખીલવે જોઈએ. શરીર તરફ દૃષ્ટિ કરવાથી આપણે સમાન તત્વ જોઈ શકતા નથી કારણ કે કોઈ શરીર સ્થળ તે કઈ સુક્ષ્મ, કોઈ પુરૂષ તે કોઈ સ્ત્રી, કેઈ કાળે તે કઈ વેત, તેમ મનુષ્યની લાગણી તરફ દષ્ટિ કરીએ તે ત્યાં પણ સમાનતા જણાતી નથી. કારણ કે એક મનુષ્યને અમુક બાબત રૂચે, ત્યારે બીજાને તેનાથી વિરૂદ્ધજ બાબત રૂચિકર થાય, મનુષ્યની લાગણીઓમાં વિવિધતા જ નજરે પડે છે. તેમ મનમાં પણ સમાન તત્ત્વ દૃષ્ટિગોચર થતું નથી. “કપાળે કપાળે જૂદી મત” કઈ પણ બે વ્યક્તિઓના વિચારે સરખા દેખાતા નથી. ત્યારે સામ્ય અથવા સમાનતા ક્યાં જેવી ? સમાનતા આ સર્વની પાછળ રહેલા આત્મતત્વમાં જેવી. આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રની અપેક્ષાએ મૂળ સ્વરૂપ સમાન છે. બાહ્ય આકારે, વિવિધ લાગણીઓ અને વિચારના ભેદ પર દૃષ્ટિ નહિ કરતાં જે પ્રમાણમાં મનુષ્ય અંદર રહેલા આત્મતત્ત્વ તરફ દષ્ટિ કરે છે, તે પ્રમાણમાં સમાનભાવ ખીલવી રાગદ્વેષ રહિત દશા અનુભવી શકે છે. વળી તેજ પુસ્તકના ૧૨ મા લેકમાં લખેલું છે કે
दसणभठ्ठो भठो दसणभठस्स नत्थि निव्वाणं । सिझति चरणरहिआ, दंसणरहिआ न सिमंति॥
જે જીવ દર્શનથી–સમ્યક્તવથી ભ્રષ્ટ થાય છે, ને સર્વથા ભ્રષ્ટ થાય છે, અને દશનથી ભ્રષ્ટ થનારને માટે નિર્વાણ નથી. (૬) ચારિત્રથી રહિત મનુષ્યો પણ સિદ્ધિને પામે છે, પણ દર્શનથી રહિત મનુ કદાપિ સિદ્ધિ પામતા નથી. આ બ્લેક આપણને બેવક જણાવે છે કે મનુષ્યની માન્યતા એ બહુ મહત્વની બાબત છે. કારણ કે માન્યતા પ્રમાણે તેનું વર્તન થવાનું એ નિર્વિવાદ છે.
For Private And Personal Use Only