________________
શ્રી પ્રભાવકચરિત્ર
- પાદલિપ્તને ૧૦ વર્ષની છોટી અવસ્થામાં જ આર્યનાગહસ્તિએ પોતાના પટ્ટઘર તરીકે પસંદ કરીને આચાર્યપદ આપી દીધું હતું. આથી જણાય છે કે તે વખતે આર્યનાગતિ સ્થવિર અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને જો આ અનુમાન ખરૂં હોય તો સં. ૨૧૯ માં નાગહસ્તિ અને કનિષ્ક આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં પહોંચ્યા હશે.
પાદલિપ્ત જ્યારે પહેલ વહેલા પાટલિપુત્રમાં મુરૂન્ડની સભામાં ગયા હતા તે વખતે તેઓ ઘણી છોટી અવસ્થામાં હતા એમ વર્ણનો ઉપરથી પણ જણાય છે. આ બધા સંયોગો જોતાં પાદલિપ્તનો સમય મોડામાં મોડો વિક્રમ સંવત્ ૨૧૬ પછી શરૂ થયો એમ માની શકાય. પણ જો એમની દીક્ષા પછી એમના ગુરુ આયનામહસ્તી ૧૦–૧૫ વર્ષ સુધી જીવિત રહ્યા હોય તો પાદલિપ્તની દીક્ષા ત્રીજા સૈકાના પ્રારંભમાં થઈ માની શકાય. આ સમય નિર્ધાર ઉપરથી પાદલિપ્તસૂરિ આયખપટના સમકાલીન થઈ શકતા નથી જેવા કે પ્રબંધકારે જણાવ્યા છે.
હવે પાદલિપ્તસૂરિની સાથે માનખેટ નગરના રાજા કૃષ્ણનો સંબંધ તપાસીએ. પ્રબન્ધમાં જણાવ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ કૃષ્ણરાજના આગ્રહથી માનખેટમાં વધારે રહ્યા હતા.
ઇતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તો મળે છે; પણ એ કૃષ્ણનો સમય ઘણો અર્વાચીન છે. માનખેટ (જે આજ કાલ નિજામ રાજ્યમાં માલખેડ એ નામથી પ્રસિદ્ધ છે) ના રાજા કૃષ્ણ પહેલાંનો સમય વિક્રમ સંવત ૮૭૧ થી ૯૩૩ સુધીમાં મનાય છે અને આવી સ્થિતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સંભવિત નથી. તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજનું ઇતિહાસ પ્રસિદ્ધ માનખેટ ભિન્ન હોવા જોઈએ પણ જો તેમ ન હોય તો કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કોઈ જુદા જ પાદલિપ્ત હોવા જોઇએ અને આમ માનવામાં પણ પ્રમાણ ન હોય તો પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયું નથી એમ જ કહેવું જોઈએ, પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકા જેવું નથી, આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહનના વંશજોનું રાજ્ય હતું અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શાતકર્ણિ ત્રીજાનું રાજ્ય હશે.
પાદલિપ્ત ભરૂચમાં ગયા હોય તો એમાં પણ શંકા કરવાનું કારણ નથી, પણ તે મહેન્દ્રોપાધ્યાય બ્રાહ્મણોને બળાત્કારે દીક્ષા આપી તે નિમિત્તે જાગેલ બ્રાહ્મણોના વિરોધને દબાવવા માટે આવ્યા હતા એ માનવામાં જરૂરી વિચાર કરવો પડે છે, કારણ કે બ્રાહ્મણોની દીક્ષાને તે વખતે લગભગ ૨૫૦ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો હતો. આટલા લાંબા સમયે ઉક્ત કારણથી જૈનો સાથે બ્રાહ્મણોને વિરોધ જાગે એ જરા વિચારણીય વિષય
આ બધા વિવેચન ઉપરથી જણાશે કે આ પ્રબંધમાં વર્ણવેલા બીજા મહાપુરૂષોનો પાદલિપ્તસૂરિની સાથે સંબંધ કે સમકાલીનતા હોવામાં કંઈ પણ પ્રમાણ નથી, આર્યખપટનો સમય તો ખુલ્લી રીતે પાદલિપ્તન સમયથી લગભગ ૨૦૦ થી ૨૫૦ વર્ષ જેટલો પહેલાનો ઠરે છે તેથી ખપટની પાસે પાદલિપ્ત ચમત્કારિક શાસ્ત્રો ભણ્યાની વાત નિરાધાર ઠરે છે. પ્રબંધમાં પાદલિપ્તના ગુરુ આર્યનાગહસ્તિના ગચ્છનો ઉલ્લેખ કર્યો છે, જેનો આશય એ છે કે “નમિવિનમિ વિદ્યાધરોના વંશમાં પૂર્વે કાલકાચાર્ય થયા તેથી તેમનો ગચ્છ વિદ્યાધર નામથી પ્રસિદ્ધ થયો જેમાં આર્યનાગહસ્તિ થયા.'