________________
શ્રી પ્રભાવકચરિત્ર
ઉપર પ્રમાણે પાદલિપ્ત પ્રબંધમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ અને ઉપાધ્યાય મહેન્દ્ર આ ૪ પ્રભાવકોનું પણ વર્ણન આપ્યું છે. આમાં રૂદ્રદેવ અને શ્રમણસિંહનો પાદલિપ્તસૂરિની સાથે સીધી કે આડકતરો કશો સંબન્ધ નથી, માત્ર એટલો જ આ સ્થળે સંબંધ બતાવ્યો છે કે જે વખતે પાદલિપ્ત માનખેટ ગયા છે તે જ વખતે આ બંને આચાર્યો પણ ત્યાં ગયા હતા. એ સિવાય પાદલિપ્તની સાથે એમનો કંઈ પણ પ્રસંગ જણાતો નથી.
આર્યખપટ અને મહેન્દ્રની સાથે પણ પાદલિપ્તનો વિશિષ્ટ સંબંધ જણાતો નથી, આમાં આપેલ આર્ય ખપટની હકીકત એક સ્વતંત્ર પ્રબંધ છે અને આ આખા પ્રબંધ દરમિયાન પાદલિપ્તનો ક્યાંયે નામોલ્લેખ પણ નથી. છેવટે એ પ્રબંધ પૂરો કરીને પછી લખ્યું છે કે આચાર્ય પાદલિપ્તસૂરિએ ચમત્કારપૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન પૂર્વોક્ત ગુરુ (ખપટ)ની પાસે કર્યું હતું. એ ઉપરાંત મહેન્દ્રનો સંબંધ જણાવનારો એક આ પણ ઉલ્લેખ છે કે “મહેન્દ્ર પાટલિપુત્રના બ્રાહ્મણોને બળજબરીથી દીક્ષા આપવાના કારણે ભરૂચના બ્રાહ્મણો જૈનોના દ્વેષી થયા હતા. જેથી ત્યાંના સંઘે પાદલિપ્તસૂરિને ત્યાં બોલાવ્યા હતા” આટલા સંબંધ બંજક ઉલ્લેખ સિવાય પાદલિપ્તની સાથે આર્યખપટ તથા તેમના શિષ્ય મહેન્દ્રનો સંબંધદ્યોતક કોઈ પ્રસંગ નથી. આ ઉપરથી આ પાંચે પ્રબંધનાયક આચાર્યો સમ સામયિક હશે કે ભિન્નકાલીન તે કહી શકાય તેમ નથી.
પાદલિપ્ત કે બીજા કોઈપણ આચાર્યના સત્તા સમય વિષે પ્રબંધકારે ઉલ્લેખ કર્યો નથી, પણ એ પછીના વિજયસિંહસૂરિના પ્રબંધમાં આર્યખપટનો અસ્તિત્વ સમય બતાવનારી નીચેની આર્યા આપી છે –
"श्री वीरमक्तितः शत-चतष्टये चतरशीति संयक्ते ।
वर्षाणां समजायत, श्रीमानाचार्यखपट गुरुः ॥" આમાં વીર સંવત ૪૮૪માં આર્યખેપટ થયા એમ લખ્યું છે. પણ ખરું જોતાં આ વર્ષ ખપટના સ્વર્ગવાસનું હોવું જોઈએ; જો ઉક્ત પદ્યમાં બતાવેલ સમય અને અમારી કલ્પના સત્ય હોય તો આયખપટનો સમય ભરૂચના બલમિત્ર, ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઈ વિષે આ પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેનો સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ પણ આયખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બલમિત્રના સમયમાં આર્યખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહી પણ આર્યખપેટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રીને પાદલિપ્તનો શિષ્ય કહેવા કરતાં આયખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે.
આર્યખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથચૂર્ણિમાં બે સ્થળે નિર્દેશ છે. તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં આર્યખપટનું પૂર્વાચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરૂષ ઘણા જુના છે. એમના સમયમાં પાટલિપુત્રમાં દાહડ નામનો મિથ્યાષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણોને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્રબંધમાં આવે છે, આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શુંગવંશનું રાજય હતું, તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મનો નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાના અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂળ થએલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે “દાહડ’ તે આ વંશનો છેલ્લો રાજા “દેવભૂતિ’ હોય અને પોતાના પૂર્વજોની કરણીનું