________________
શ્રી પાદલિપ્તસૂરિ
પહોંચીને રાજાને મળ્યા અને બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે દિન નક્કી કર્યો. ઠરાવેલ દિવસે સર્વ બ્રાહ્મણો જૈન સાધુઓ પાસે પ્રણામ કરાવવા સભામાં એકત્ર થયા, નિશ્ચિત સમય ઉપર મહેન્દ્રોપાધ્યાય સભામાં ગયા અને કહ્યું, પ્રથમ પૂર્વ મુખવાળાઓને નમીએ કે પશ્ચિમાભિમુખવાળાઓને ? આમ કહીને તેણે કણેરની સોટી તેમના સામે અને પાછળ ફેરવી, અને સર્વ બ્રાહ્મણો નિશ્ચેષ્ટ અને નિર્જીવપ્રાયઃ થઈ ગયા, તે દેખીને રાજાનું મુખ ઝાંખું પડી ગયું. તેમના સંબન્ધીઓ રોવા-કકળવા લાગ્યા. લોકોએ રાજાની અનીતિની નિન્દા કરવા માંડી અને રાજા તે જ વખતે મહેન્દ્રના પગમાં પડ્યો, પણ મહેન્દ્રે તેને દાદ દીધી નહિ. અને કહ્યું—આ જૈન યક્ષોએ કોપ કર્યો છે, પણ રાજાએ મહેન્દ્રનો કેડો ન છોડ્યો અને કહ્યું–‘હે દયાવાન્ ! મારા ઉપર દયા કરીને આ બ્રાહ્મણોને સાજા કરો.’ મહેન્દ્ર કહ્યું - ‘હું દેવતાઓને શાન્ત ક૨ીશ' અને તેમણે કહ્યું – જે જૈન યક્ષ અથવા યક્ષિણીઓએ કોપ કર્યો હોય તે શાન્ત થાઓ; રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ આ અપરાધ કર્યો છે.' એ જ સમયે આકાશથી દૈવી વાણી પ્રકટી કે “જૈન દીક્ષા ગ્રહણ કરે તો જ બ્રાહ્મણોનો છુટકારો છે અન્યથા નહી.' આ પછી અભિષેક કરીને બ્રાહ્મણોને બોલતા કરીને તે વિષે પૂછ્યું, તેઓએ કહ્યું - ‘દીક્ષા લેવી કબુલ છે, અમને પ્રાણદાન આપો.' એ પછી મહેન્દ્ર બીજી કણેરલતા તેમના ઉપર ફેરવી અને તેઓ સર્વ સચેત થઈને ઉઠ્યા અને મહેન્દ્ર મહોત્સવ પૂર્વક પોતાના ઉપાશ્રયે આવ્યા.
13
પાટલિપુત્રના શ્રાવક સંઘે બ્રાહ્મણોની દીક્ષા નિમિત્તે ઉત્સવ કરવા માંડ્યો પણ ‘એ વિષે આર્યખપટ પ્રભુ જાણે' આમ કહીને મહેન્દ્રે તે રોકાવ્યો અને બ્રાહ્મણોને સાથે લઈને તે આર્યખપટ પાસે ભરૂચ ગયા અને ત્યાં આર્યખપટસૂરિની પાસે પાટલિપુત્રના બ્રાહ્મણોને દીક્ષા આપીને જૈન શ્રમણ બનાવ્યા.
આર્યખપટની પાટે સિદ્ધ ઉપાધ્યાય મહેન્દ્ર બેઠા. આ પ્રભાવક આચાર્યની પરમ્પરામાં હજી પણ અશ્વાવબોધતીર્થ (ભરૂચ) માં પ્રભાવક આચાર્યો વર્તમાન છે.
ઉપર્યુક્ત આર્યખપટની પાસે પાદલિપ્તસૂરિએ સાતિશય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
પાદલિપ્તસૂરિએ ‘પાદલિપ્તા' ભાષાની રચના કરી હતી જે તેના સંકેતના જાણ વિદ્વાનો સિવાય બીજા કોઈથી સમજાતી ન હતી.
પાદલિપ્તના ગુણથી કૃષ્ણરાજ અને એની સભા ઘણી જ આકૃષ્ટ થઈ હતી. રાજા આચાર્યને પોતાના નગરથી વિહાર કરવા દેતો ન હતો; છતાં આચાર્ય કોઈ કોઈવાર તીર્થ યાત્રાને બહાને ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થળે પણ જતા હતા.
પૂર્વે પાટલિપુત્રના બ્રાહ્મણોને જે બળાત્કારે દીક્ષા આપી હતી, તે કારણથી ભરૂચના બ્રાહ્મણો જૈનોની ઘણી ઇર્ષા કરતા હતા. ભરૂચના સંઘે આ હકીકત હુશિયાર માણસો દ્વારા પાદલિપ્તને જણાવી જે ઉપરથી તેમણે કહ્યું કે ‘હું કાર્તિકી પૂર્ણિમાને દિવસે ત્યાં આવીશ.’
તે પછી આચાર્ય રાજાને પૂછીને પૂર્ણિમાના પૂર્વાહ્ન સમયમાં જ ગગનમાર્ગે ભરૂચ આવી પહોંચ્યા, પણ આચાર્યની આવી અલૌકિક શક્તિથી ડરીને બ્રાહ્મણો ત્યાંથી નાશી ગયા.
પાદલિપ્તના આગમનથી ત્યાંના સંઘમાં આનન્દ વ્યાપી ગયો, રાજા પણ ત્યાં આવ્યો અને આચાર્યના દર્શન કરીને બોલ્યો કે – ‘રાજા કૃષ્ણ ભાગ્યવાન્ છે કે જેનો પૂજ્ય સંગ છોડતા નથી. જ્યારે અમે દર્શનને