________________
વાત એવી બની કે.. ચિત્તને કલુષિત કોણ કરે છે ? તેનાથી મુક્ત રહેવા શું કરવું?”..ચર્ચા ચાલતી હતી. એક શ્રોતાભાઈ બોલ્યાઃ
એ તો બહુ અઘરું છે !'કોઈની પ્રશંસા ન કરવી; કોઈની નિંદા ન કરવી અને કોઈની સરખામણી ન કરવી. તો, ચિત્તમાં ખુશીની લહેર ફરકતી જ રહે. એ તો બહુ અઘરું કહેવાય. પ્રશંસા તો કરવી જ જોઈએ ને!”તમે બધા તો કહો છે કે ગુણ જોયા કે પ્રશંસા કરવી ! વાત સાચી પણ એ પ્રશંસામાં સ્વાર્થનું દૂષણ ન જોઈએ; નિંદાનો પાશ પણ ન જોઈએ. તમે બધા જે પ્રશંસા કરી છે તેનું સ્વરૂપ કાગડાભાઈ તમારો સ્વર સુંદર છે' તે વર્ગનું હોય છે. હવે તમે જ કહો આ પ્રશંસા કહેવાય કે ખુશામત? નિંદાની પણ એવી જ કહાણી છે! નિંદા મોટે ભાગે ‘દ્રાક્ષ ખાટી છે એ વર્ગની હોય છે. કાગડાભાઈનો સ્વર કર્કશ હોય છે, કાનને ન ગમે! છતાં એના મોઢામાં પૂરી છે તે પડાવી લેવા માટેના શિયાળના આ શબ્દો છે. એટલે તો શિયાળને લુચ્ચ એવું વિશેષણ મળ્યું છે ! પ્રશંસાના મૂળમાં કાંઈક અદ્ભુત ગુણોની પ્રીતિ હાજર છે. ખુશામતમાં તો નર્યો સ્વાર્થ જ હોય છે. સામાના સુખના ભોગે પોતાનું સુખ મેળવવાની વૃત્તિમાંથી ખુશામત જન્મે છે. એ જ પ્રમાણે દ્રાક્ષ મેળવવા મહેનત ખૂબ કરી, કૂદકા ઘણા માર્યા પણ ન મળી. હવે પોતામાં દીનતા કે લઘુતા ન આવે તેના ઉપાય રૂપે શિયાળભાઈ બોલે છેઃ “દ્રાક્ષ તો ખાટી છે.” --આ નિંદા નિષ્ફળતામાંથી જન્મી છે; દોષ પ્રત્યેના અણગમામાંથી જન્મી નથી. ખુશામત માટે ચિત્તને કલુષિત કરવું પડે છે અને નિંદા માટે ચિત્ત સ્વયં કલુષિત થાય છે. ચિત્તના ક્લેશને નિવારવા કાજે ખુશામત અને નિંદાથી બચવું જોઈએ. વળી સરખામણીની ટેવ તો તેનાથી પણ વધુ ખતરનાક છે ! કશું જોતાંવેતા એને, જે કાંઈ સ્મરણમાં હોય તેની સાથે સરખાવવાનું ડાપણ ડોળાય જ ! આ સારું છે. આ નબળું છે એવું બોલાઈ જ જાય ! આવા વલણથી પીડા જન્મે છે. રાગ આવે ત્યાં દ્વેષ પણ સાથે હોય જ ! બન્ને પીડાકારક છે. આનાથી બચી શકીએ તો જ ચિત્તને ક્લેશથી દૂર રાખી શકીએ.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org