Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 256
________________ નિર્દોષ ભાવ લાવી બાઈ બોલ્યાં: “એવું હોય તો તમે સાંબેલું આપી આવો ને જમવા બોલાવી લાવો!” | ઉગરચંદભાઈ સાંબેલુ લઈ ડેલી બહાર આવ્યાં. ધૂળમાં સગડ જોઈ રસ્તો પકડ્યો. ત્યાં થોડે દૂર મહેમાનોને ધીમી ગતિએ જતાં ભાળ્યા. મોટે મોટેથી બૂમ પાડીઃ “અરે ! આ સાંબેલુ તો લેતા જાવ !” મહેમાનો આગળ અને ભાઈ પાછળ. તડકામાં ચળકતાં સાંબેલા સાથે ઝડપથી આ તરફ આવતાં એ ભાઈને મહેમાનોએ જોયાં! મહેમાનોએ ઝડપ વધારી. અંદર અંદર બોલવા લાગ્યાં: “બાઈ કહેતી હતી તે સારું લાગે છે. કાંઈ ખાધું નહીં, પીધું નહીં ને આ તો સાંબેલું મારવા દોડ્યા આવે છે. એ બધાં જલદી ગામ ભેગાં થઈ ગયા. સાંબેલુ ઉચકી દોડવાથી ઉગરચંદ થાકીને હાંફી ગયા. અટકી ગયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. કથાનું નિરીક્ષણ અને અર્થઘટન મહેમાનગતિ એ ઘરસંસારનો શણગાર છે. મહેમાનગતિનું કાર્ય સ્ત્રીવર્ગના આધારે છે, કહો કે ઘરની આધારશિલા જ સ્ત્રીવર્ગ છે. સ્ત્રીની આંખમાં અમી હોય એટલે મનનાં સુખને એણે પોતાનું કર્યુ અને તેના હાથમાં અમી હોય એટલે ઘરને પોતાનું કર્યુ ગણાય. મહેમાનને ભાળી એ રાજી થાય અને મહેમાનને રાજી કરવા બધું જ કરે તો તે ઘર વખણાય. આ કથા ભલે લોકકથા છે, કલ્પિત છે પરંતુ તે આપણને કેટલું બધું કહી જાય છે! એક દુહામાં કહેવાયું છે: ચઢતાં દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતાં દિનનું પારખું આંગણ ના'વે શ્વાન. અતિથિને જોઈને ઘરનો સ્ત્રીવર્ગ રાજી થાય. પોતાની આવડત અને મહેમાનગતિની કળા પ્રગટ કરવાનો એક અવસર મળ્યો એમ પણ થાય. મહેમાનને પણ સંતોષ થાય. આ બધામાં ગૃહસ્થ જીવનની શોભા છે. પુરુષના લક્ષણોમાં એક એમ કહેવાયું છે કે મોવત્તા પરનનૈઃ સદા ઘણાં ઉત્તમ સ્વભાવી પુરુષોની એવી રૂચિ હોય છે કેઃ “એકલ ખાવું ન લખીશ’. એકલા એકલા ખાવામાં ઘણાંને મનમાં શરમ આવતી હોય છે એ ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270