Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 257
________________ ૨૫૬ તો ઘણાને મોઢે સાંભળ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ જ એ છે કે --આપણે ઘેર મહેમાન ક્યાંથી ! મહેમાન જોઈ આપણે રાજી થઈએ. શક્તિ પ્રમાણે એની આગતા સ્વાગતા કરીએ. વળી આપણે આવા ઘરમાં મહેમાન થઈને જઈએ ત્યારે યજમાને શું શું કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવે છે. આપણે યજમાન હોઈએ ત્યારે તે ખ્યાલને ખપમાં લઈએ. આતિથ્યની વાત માંડી હોય ત્યારે કવિ દુલાભાયા કાગની મધમીઠી ગીતપંક્તિઓ અચૂક હોઠ પર રમવા માંડે : તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે → ***** ‘કાગ’ એને પાણી પા, ભેળો બેસી જમજે છે... તેને ઝાંપા સુધી વળાવવા જાજે ર તારા આંગણિયા પૂછીને... શબ્દો સાદા પણ એમાં આતિથ્યભાવનો ઉલ્લાસ લાવવાની કેવી પ્રેરણા છે ! અને પે'લો કાઠીયાવાડી લલકાર તો સ્વર્ગના બારણાં ઉઘાડીને શામળિયો દોડી આવે તેવો છે : કાઠીયાવાડમાં કો’કદી ભૂલો પડ ભગવાન, અને થા મારો મે'માન, તને સરગ ભૂલાવું શામળા ! થોડામાં ઘણું સમજી મહેમાનગતિ કરજો, પરોણાગતિ કરજો; સાંબેલાવાળી નહીં ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270