Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 255
________________ ૨૫૪ આગ્રહ વધ્યો એટલે બહેન કહે : ‘મને તમારો વિચાર આવે છે ને રોવું આવે છે.’ ‘શું વાત છે કહો તો ખરાં !’ રોતાં રોતાં, સાડલાંનો છેડો આડો રાખી બહેન કહે છે : ‘આ તમારા ભાઈ છે ને ! તે ઘીથી લસલસતો શિરો પીરસીને તમને બધાને જમાડશે. પછી તમે બધા જમી લેશો એટલે, આ ખૂણામાં જે સાંબેલું છે તે લઈને એક-એક જણનાં વાંસામાં સાત વાર મારશે. તમે એવા સુંવાળા છો કે સાંબેલાનો એક ઘા પણ કેમ ખમી શકશો એપ્રશ્ન છે. આ તો સાત સાતની વાત છે, કેવી મુશીબત ગણાય ! આ વાત યાદ આવી એટલે મને રોવું આવે છે. ભાઈઓ ધીરે પગલે આવ્યા હતા, હવે ઉતાવળે પગલે ખાટલા પાસે જઈને બધાને કહે છે કે આપણે હવે અહીંથી જલદી જઈએ એમાં જ આપણું ભલું છે. સાંભળીને સડાક્ દઈને બધા ઊભા થયા અને ડેલી ખોલી ચાલવા લાગ્યા. બાઈ મોટો મોટે અવાજે બોલવા લાગી : ‘ન જાવ, ન જાવ ! હમણાં તમારા ભાઈ આવશે અને તમે ચાલ્યા ગયા છો એ જાણી મને વઢશે, ધમકાવશે.' પણ મહેમાનો એ કાંઈ સાંભળવા થોડાં ઊભા રહે ? એ તો એક હાથે ધોતિયાની પાટલી અને બીજે હાથે પાઘડી સંભાળતાં ઉતાવળી ચાલે, ઊભી બજારનો રસ્તો છોડી બીજે રસ્તે ચાલવા લાગ્યાં. આ બાજુ ઉગરચંદભાઈ ઘી ભરેલી તપેલી સંભાળતાં આવી પહોંચ્યાં. ડેલી ખૂલ્લી પડી હતી. અંદર પગ મૂક્યો ને જોયું તો ખાટલાં ખાલી ભાળ્યાં ! મનમાં ફાળ પડી. બાઈને પૂછ્યું તો તે કહે ઃ ‘તમે કેવા ને કેવા પરોણા લઈ આવો છે ?’ કેમ ? શું થયું’ જ થાય શું ? તમે તો ગયા ! મહેમાનો બધાં ઊભા થઈ ઘરના ઓરડામાં ફરવા લાગ્યા. ત્યાં આ ખૂણામાં પડેલું સાંબેલું જોયું ને કહે આ સાંબેલુ ખૂબ ઘાટીલું છે અમે લઈ જઈએ. તમે હા કહો તો જ અમે જમવા રોકાઈએ. મેં કહ્યું કે એ કેમ બને ? આ સાંબેલુ તો મારા પિયરથી લાવેલી છું. એ હું ન આપું. ભાઈઓ આ સાંભળીને ચાલતા થયા.’ ઉગરચંદ કહે : ‘અલી ગાંડી ! આવું તે કરાતું હશે ? કેવા સારા માણસો છે. આમ બોલાવવા જઈએ આવે ય નહીં.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270