Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 246
________________ સૂપડું જુઓ આ સૂપડું છે ! હા, સૂપડું, નવું નામ લાગે છે ને! આ એક ઘર વપરાશનું સાધન છે. જુગજૂનું સાધન છે. આ સૂપડું તમારે મન તો, ઘરની સાંણસી, ચારણી, તવેથો, લોઢી જેવા રસોઈના સાધનો જેવું એક સાધન માત્ર હશે ! પણ... પણ, મારે --અમારે મન તો, આ એક દિવ્ય સાધન છે. આ સૂપડાને જ આપણે પૂછીએ. એ કહે તે કાન દઈને સાંભળીએ તો કેવી મજાની વાત આપણને મળે ! ચાલો સાંભળીએ! ખબર છે ! આ સૂપડું વચ્ચે હતું. અને કમળનું ફુલ પણ કઠણ લાગે એવા કોમળ-કોમળ બે હાથ આજુબાજુ હતા. આ સપડાંની સામેની બાજ પણ બીજા બે હાથ હતા. તે હાથ પણ કોમળ હતા. હાથની રેખાઓ પણ કોમળ હતી! તેની આંગળીઓ, આંગળીના વેઢાં, નખ --બધું કોમળ કોમળ.. સૂપડું ખાલી ન હતું. એમાં સૂકા અને લુખ્ખા લાગે એવા અડદના બાકળાં હતા. એવડા મોટા સૂપડાંમાં માંડ ખોબા જેટલાં હશે ! બાકળાં થોડાં અને સૂપડું મોટું. કૌશાંબી નગરીની શેરીઓ હલચલ વિનાની અને સૂની હતી. સમય શાંત હતો. ભિક્ષાચરો પણ ભિક્ષા મેળવીને ગામ બહાર, પોતાના ઓટલે કે કોઈ મોટા ઝાડ નીચે પહોંચી ગયા હતા. | આકાશમાં ગતિ કરનારા વિદ્યાધરો થંભી ગયા હતા. કોક જ વાર જોવા મળે તેવું એક દશ્ય હતું. અભૂતપૂર્વ દ્રશ્ય હતું. જેઠ સુદિ દશમનો દિવસ હતો. પાંચ માસ અને પચ્ચીસ દિવસથી જે દૃશ્યની ઝંખના હતી તે દૃશ્ય જોવાનો સૌથી પહેલો લાભ આ સૂપડાને મળ્યો હતો! તે વખતે હાજર રહ્યું હોય તો એક માત્ર આ સૂપડું ! | પછી તો ગામ આખું ભેગું થયું. આકાશ પરથી દેવો પણ કૌશાંબીમાં ઉતર્યા. લોકોએ તો આ બધું બેને બદલે ચાર આંખો કરી-કરીને જોયું ! ચો-તરફ આ એક જ વાત ! ગામ વાતે વળગ્યું; ટોળે મળ્યું. ચોમેર ખુશી છવાઈ ! અને આ મંગળ પ્રસંગની દુંદુભિ વાગી અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ તેને ગામ લોકોએ ચાર-હાથે એકઠી કરી. આ અદ્ભુત ઘટનાનાં પ્રથમ પ્રેક્ષક બનવાનો યશ આ એકલા સૂપડાને જ.. ધન્ય તે કૌશાંબી ગામ, ધન્ય તે વેળા. ધન્ય સૂપડાને કર-મેળા ! . DILI[[ ગ્રન્થ ૨૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270