Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 245
________________ ૨૪૪ ઘડો ગ્રન્થ. આ ઘડો છે. જોયો ! તમે ઘડો જુઓ ત્યારે કશુંક યાદ આવે છે? આ ઘડાના કાંઠામાં ઘણા સ્મરણોની માળાના દર્શન થાય છે ! આ ઘડો જે દિવસથી પંકાયો એ દિવસ જંગ જાહેર થયો. લોકોએ કહ્યું કે ભાઈ ! હવે આ દિવસ કેવો છે તે માટે ટિપણું જોશો નહીં. એ દિવસ જોડે આ ઘડો જોડાઈ ગયો! એ દિવસ એટલે અક્ષયતૃતિયાનો દિવસ! એ ઘડો સૂકાયેલી માટીનો હોવા છતાં ચાર હાથના કોમળ-કોમળ સ્પર્શે ઝંકૃત થઈ ઉઠ્યો હતો. એના કણ-કણમાં નર્તન ચાલુ થઈ ગયું હતું. એ ઘડામાં મીઠો-મીઠો ઇક્ષ-રસ ભર્યો હતો. એના જેવા બીજા ઘણા ઘડા હતા. સો ઉપરાંત હશે. પણ, પહેલો ઘડો એટલે પહેલો ઘડો. તેને જ શેરડીના રસના ધારા પ્રવાહથી, પ્રભુજીના સુકુમાર હાથનો સ્પર્શ પામવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. વળી ઘડાને હૃદયના ઊંડાણમાંથી આવતી ઉછળતી ભાવધારાની ઝણઝણાટી, હજીએ તેના તળિયાના ભાગમાં સચવાઈ છે. તેનું પરમ સૌભાગ્ય કે તે ઘડો દાન દેવાની સાથે ને સાથે જ સંકળાઈ ગયો. વળી તેમાં જે શેરડીનો રસ હતો એ શેરડી, જ્યારે બાળઋષભ, પિતા નાભિરાજાના ખોળામાં બેઠાં હતા ત્યારે એક આગન્તુક જગતના તાતના હાથમાં એ શેરડીનો સાંઠો હતો, એ લેવા માટે નાનાં-નાનાં, ગુલાબની પાંદડી જેવા કોમળ હાથ લંબાયા હતા. એને કારણે તો વંશનું નામ ઈશ્વાકુ પડ્યું. એ શેરડી આજે પારણામાં, સંયમજીવનના શરુઆતના બારણાંમાં --કહોને સંયમના બાળપણમાં આ જ આવી ! પ્રભુએ ઘડાના રસનું પાન કર્યું. અરે ! ઘડાના માધ્યમથી વહી આવતાં રસ વડે શ્રેયાંસકુમારની ભાવધારાનું પાન કર્યું! એ ઘડાને ધન્ય! એ ઘડીને ધન્ય! અને એ ઘડા-ત્રીજને પણ ધન્ય! . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270