Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 249
________________ ૨૪૮ આગમ લેખન: એક બપોરે... વિ.સં. ૯૮૫ ની વાત છે. જેઠ મહિનાની પૂનમની વાત છે. બપોરના ત્રણ વાગ્યાના સુમાર છે. આગમ ગ્રન્થના લેખનનું કાર્ય મુનિ મહારાજાઓના સાંન્નિધ્યમાં ચાલી રહ્યું હતું. તાડપત્રમાંથી એક સરખા પાનાં બનાવેલા તૈયાર હતા. એમાં લહીયાઓ સાધુ મહારાજની સૂચનાઓ સમજીને શુદ્ધ લખાણ, કળામય અક્ષરોથી અંકિત કરી રહ્યા હતા. સાત આઠ અભ્યાસ રત સાધુ શાસ્ત્ર પઠન અને નિર્ણત પાઠને તાડપત્રમાં લખાવવા માટેનું કાર્ય કરી રહ્યા હતા. આમ તો જે જે તાડપત્રો લખાઈ રહ્યા હોય તેને દોરીથી બરાબર બાંધી કરીને, એક ભાવિક શ્રેષ્ઠિએ આપેલા વિશાળ આગારમાં મોટી મંજૂષામાં સંભાળપૂર્વક મૂકવામાં આવતા હતા. આકરી ગરમીના દિવસો હતા એટલે આ કાર્ય વલભીનગરની પાછળનો ભાગ, જે અત્યારે પચ્છેગામ છે તેનાથી વલભી તરફના રસ્તે એક ખેતરમાં ઘણી બધી વડવાઈઓથી વીંટળાયેલા વડની છાયામાં ખંતપૂર્વક ચાલી રહ્યું હતું. ગરમ ગરમ લૂની વચ્ચે આ વડનું શીતળ સાંનિધ્ય કામને યોગ્ય વેગ આપી રહ્યું હતું એવામાં જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. એની ઝડપ વધવા લાગી અને આંધી જેવો ભારે વંટોળીયો ખેતરમાં પડેલા સૂકા તરણાં, ડાંખળા, પાંદડા અને નાની મોટી ચીજો ગોળ ગોળ ફૂદરડીના ચકરાવાના આકારમાં ઉડાડવા લાગ્યો. તાડપત્રોના પાનાં તો મોટી વડવાઈના આશ્રયમાં અહીં-તહીં છૂટા વેરવિખેર પડેલા. જાણે મોટી બિછાત ! આ બધું ભેગું પણ શું થાય? સાધુઓ વિચારમાં પડી ગયા. હવે શું થશે? કેટલો શ્રમ લઈ આ કામ હાથ ધર્યું હતું! પણ..અહીં કેવો ચમત્કાર સર્જાયો ! ગોળ ગોળ ફરતો વા-વંટોળ વડના વિસ્તારમાં આવે તે પહેલા જ એની દિશા બદલાઈ જતી! હમણાં આ વંટોળીયો વડની છાયામાં આવી બધા તાડપત્રો તણખલાની જેમ ક્યાંના ક્યાંય ઉડાડી મૂકશે એવી ભીતિ સહુને લાગતી. પણ વંટોળીયો વડ પાસે આવીને ફરી જતો અને શમી જતો! અહો! આશ્ચર્ય! આ ભગીરથ કાર્ય પ્રકૃતિને પણ મંજૂર હતું. આવા સંજોગોમાં કુદરત જ એની રક્ષા કરી રહી હતી. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270