________________
૨૫૦
ઠંડુ પાણી
દક્ષિણ ભારતનું મોટું ગામ. વૈશાખ વદિના દિવસો. માણસને દઝાડતી ગરમી એવી પડે કે સવારના નવ વાગ્યાથી ઘરમાં પૂરાઈ
રહેવું પડે.
આવા પ્રદેશમાં ઉગરચંદ નામના એક વેપારીને ઉત્તર ગુજરાતના એક ગામથી અહીં ધંધાના કારણે આવવાનું થયું. કોઈની ઓળખાણ પીછાણ નહીં. ધર્મના સંસ્કાર ખરા. તેથી એક દેરાસર શોધીને પ્રભુજીના દર્શને ગયા. સ્થાનિક લોકોની નજરે તેમનો પરદેશી પહેરવેશ અને અજાણ્યો ચહેરો મહોરો અછતો ન રહ્યો. ધૂપ-દીપ પૂજા કરીને જેવા દેરાસરની બહાર આવ્યા એટલે સ્વરૂપચંદે જ વાત શરુ કરી અને પૂછ્યું: બહારગામના લાગો છો ! ઉગરચંદ કહેઃ “હા! અહીં વ્યાપારિક કારણે આવવાનું થયું છે.' સ્વરૂપચંદ કહેઃ “મારે ત્યાં પધારી મને લાભ આપો.' દોડવું હતું ને ઢાળ મળ્યો! ઉગરચંદ સ્વરૂપચંદને ઘેર પહોંચ્યા. દિવસો તો આકરા ઉનાળાના હતા. વળી આ પ્રદેશને કારણે ગરમી વધારે લાગતી હતી. સ્વરૂપચંદની પરોણાગત બધી રીતે શાતારૂપ હતી. પૂછાયુંઃ “નવકારશી કરતાં પહેલાં નાનવિધિ કરીએ.” સ્વરૂપચંદના વાણી વર્તનમાં ધર્મની રીતિનીતિના સંસ્કારો મઘમઘતા હતા. દક્ષિણદેશમાં હોય એવા ઘરની પાછળના વાડાના ભાગમાં ઘંટીના એક પડ પર મહેમાનને બેસાર્યા. ઠંડા પાણીતી સ્નાન કરાવ્યું. ઠંડા પાણીથી ભજવેલા મુલાયમ કપડા વડે ઠંડક લાગે તેવી રીતે મહેમાનને પવન વિઝવા લાગ્યા. એટલી બધી ટાઢક લાગી કે ઘણાં સમયનો થાક ઉતર્યો હોય એવું ઉગરચંદને લાગ્યું. ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org