Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 222
________________ સોમાલાલ શાહ Jain Education International જે વાત ગઝલમાં વણી છે તેનો હવે ક્લાઈમેક્સ...કેવા કેવા જડ અને બધિર બની ગયા છીએ આપણે ? સંવેદનાના પ્રતિક સમા, આંતર મૂડી જેવા આંખના આંસુ પણ હવે ક્યાં ? અરે આપણી સઘળી માલમત્તા આ કાળ લૂંટી લઈ ચાલ્યો એની પણ કોઈને ક્યાં પડી છે ? છેલ્લે, પડ્યું તેનું બધું યે પડ્યું એ કહેતીનું સરસ રીતે ચિત્રાંકન કર્યું છે : કૌટુંબિક જીવનના વિશાળ મહેલના પથ્થરો હવે ખળભળી ગયા છે. બારીઓ ખખડી ગઈ છે. બારણાં જાણે હમણાં પડ્યાં કે પડશે ! ઊંચા મહેલને ટકાવી રાખનારી ભીંતોને તો લાખ્ખો ઊધઈ ખોતરી ખોતરીને ખોખરી બનાવી ચૂકી છે. આજે સંગેમરમર મઢેલા ને ગ્રેનાઈટના રંગોથી ‘શોભતાં દેખાતાં' કુટુંબો છિન્નભિન્ન થઈ રહ્યાં છે તે પરિસ્થિતિની આલોચના કોણ કરે છે ? મહાન વિરાસત રફે-દફે થઈ રહી છે તે માટે કોણ સચિંત છે ? આમ, સામાન્ય ૠતુજન્ય મંગલ સુંદર તત્ત્વોથી મનને આનંદિત કરતી સંવેદનશીલતાથી શરુ કરીને સમગ્ર જીવનના અસ્તિત્વને હચમચાવતી પરિસ્થિતિ તરફ કવિની આંગળી ફરી વળે છે. સમગ્ર ગઝલનો એકમાત્ર સૂર ‘કોને કૈ પડી છે’ એ એકતારાની જેમ સતત ઝણઝણ્યા કરે છે. આપણે આમાંથી પસાર થઈએ છીએ ત્યારે જાત-તપાસનો એક મોકો મળે છે. આપણે આટલી હદે તો સંવેદનહીન નથી થયા ને ? જો ઉત્તર ‘હા’ મળે તો ફરી પાછા ધબકતા હૈયાને ખીલવીને સંવેદનશીલ બની રહીએ. E For Private & Personal Use Only Tolle olh ગ્રન્થ ૨ ૨૨૧ www.jainlibrary d

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270