Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 240
________________ બન્ને સ્થિતિમાં મઝા જ મઝા ન મતલાલ વેગો વિશાળ વનરાજિથી વિંટળાયેલી ટેકરી ઉપર એક બાવાજી રહેતા હતા. સાત આઠ વિદ્યાર્થીને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ જ જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવી રસોઈ કરીને બધાને જમાડતા હતા. | એક દિવસ ભણનાર છોકરાઓએ આવીને સમાચાર આપ્યા કે, “ગુરુજી, ગુરુજી ! સાત-આઠ ગાય ક્યાંકથી ફરતી ફરતી આવી ગઇ છે.' ગુરુજીએ કહ્યું, ‘ભલે ! ત્યાં જ હેજ બાંધીને છાંયડો કરી દો. માતાજી સુખે સુખે ત્યાં રહી શકે.” તે પ્રમાણે છાંયો કર્યો. ગાયો નિરાંતે રહેવા લાગી. દૂધ મળવા લાગ્યું. દહીં, ઘી થવા લાગ્યા. બધો પરિવાર મઝામાં આવી ગયો. દિવસો સુખમાં વિતતા હતા. | ત્યાં એ જ છોકરાઓ ભેળાં થઈને આવ્યા. ગુરુજીને કહેવા લાગ્યા, “ગુરુજી, ગુરુજી ! એ બધી ગાયો ક્યાંક ચાલી ગઈ ! ગુરુજી કહે, “ચાલો સારું થયું, ગોબર સાફ કરવું પડ્યું.’ ભણતાં વિદ્યાર્થીઓએ કહ્યું, ‘ગાયો આવી ત્યારે આપે કહ્યું કે ગોરસ મળશે અને એનો માલિક એ બધી ગાયોને લઈ ગયો તો આપે કહ્યું કે ગોબર સાફ કરવું પડ્યું. તો બને અવસ્થામાં આપને સારું જ દેખાય છે? ગુરુજી કહે, ‘હા, ભણતરનો સાર જ આ છે ને. નજર એવી ટેવાઈ જાય કે સારું હોય તે જ નજરે ચઢે. અને જે જુએ તેમાંથી સારું શોધી કાઢે.' આપણને સારું જોવા જ આંખ મળી છે. તેની સાર્થકતા તેમાં છે. જોવું છે તો સારું જ જોવું. . For Private & Personal Use Only હિ ૨૩૯ Jain Education International www.jalnelibrary.org // //CIR/

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270