Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 232
________________ પરોવાતીવીંટીઓથી શોભા અનેરી વધતી હતી. આવી ઉત્તમ જગ્યા મળવાથી ઝવેરાતની શોભા પણ અનેકગણી વધતી. એવામાં એક હાથની વચલી આંગળી પરથી વીંટી સરી પડી. વાત તો સહજ અને સામાન્ય હતી. પરંતુ મહારાજા ભરત ચક્રવર્તીની મેધા લૌકિકતાથી પર હતી. ફરસ પર પડેલી વીંટી ઊંચકી લેવા તેઓ નીચે ન નમ્યા! એને બદલે હવે અડવી લાગતી આંગળીને જોયા કરી! અરે ! વીંટી વિના આ આંગળી કેવી કદરૂપી લાગે છે? બીજી આંગળીઓ પરથી પણ વીંટી ઊતારીને જોઉં! એ વિચારે બધી આંગળીઓ એક પછી એક વટી વિનાની કરી. એમની દષ્ટિ હવે ફક્ત ચામડી મઢેલી આંગળીઓ જોતી રહી. મન તો આગળ આગળ વહેતું હતું. જરા રહી શરીર પરના એક એક અલંકારો, ક્રમશઃ મુગટ, બાજુબંધ... બધાં જ અલંકારો અળગાં કર્યાં. અહો ! આ બધી શોભા તો પરાઈ છે! ઉછીની છે! થોડા સમય માટેની જ છે. આમ, સંસારના સમસ્ત પદાર્થોની સુંદરતા ક્ષણિક છે. આવી અનિત્ય ભાવનાથી મન અને બુદ્ધિ એવા તો રસાઈ ગયા કે ભાવનાની પરાકાષ્ઠાએ મોહનીય કર્મ સંપૂર્ણપણે ખરી પડ્યાં! મોહ ગયો એટલે તેની સાથે જ્ઞાનાવરણીય અને બાકીના ઘાતી કર્મો પણ ખરી પડ્યાં. આત્મામાં રહેલું કેવળજ્ઞાન પ્રગટ થયું. ઝવેરાતથી પણ સહસ્રગણો પ્રકાશ પથરાઈ ગયો! માનવું પડશેને કે વીંટી લેવા ન નમ્યા તો કેવા તરી ગયા, ઊગરી ગયા, અમર થઈ ગયા! હવે હાથમાંથી એકાદ સિક્કો પડી જાય તો રસ્તા વચ્ચે પણ વાંકા વળી ઊંચકી લેતાં પહેલાં આ ભવ્ય પ્રસંગ યાદ આવી જશે જ ! ૨૩૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270