________________
P&> { TheRigh
૬૪
e are lole
મનને તો બસ, પ્રભુના સ્મરણથી સદાકાળ ભીનું રાખવું.
આત્મવિશ્વાસ પણ જીવન સફળતાની પૂર્વશરત છે. આપણે જોઈશું કે સફળતા જાહેરમાં ભલે વર્ષના ઑગસ્ટ મહિનામાં જણાવી પણ તે પહેલાં નજર સમક્ષ એ સફળતાનું ચિત્ર એકથી અનેકવાર તે સંપૂર્ણ દોરી ચૂક્યો હોય છે. સફળતાના એ માર્ગને અવરોધે એવા વિચાર સુદ્ધાં તે પોતાના જીવન-માર્ગથી દૂર રાખતો હોય પરિણામે તે સફળતાને વરે જ છે.
એક દષ્ટિએ વિચારીએ તો એણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય તેનાથી નીચું કશું જ ખપે નહીં. એ લક્ષ્યથી નીચેનું કાંઈ આવે તેને જતું કરતો જાય, જતું કરતો જ જાય. એમ કરતાં એક દિવસ તે નિશ્ચિત લક્ષ્યને જરૂર હાંસલ કરે છે. કહ્યું છે ને કે ઃ
નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન (અનુવાદ: બ.ક.ઠાકોર)
આજે જે પ્રારબ્ધ આપણા પક્ષે છે તે ગઈકાલના પુરુષાર્થનું જ ફળ છે. આપણા જીવનનું ઘડતર આપણે જ કર્યું છે. બીજા કોઈને એ માટે યશ કે અપયશ કેમ અપાય? કદાચ, એ વ્યક્તિ
કે એ પરિસ્થિતિ કે સંયોગ નિમિત્ત ગણી શકાય એટલું જ. બાકી કર્તાપણું તો આપણું જ હતું.
આપણે જેને સર્વોચ્ચ શિખરે પહોંચેલા જોઈએ છીએ તેમાં કારણ એ પોતે જ છે. એવા મનોરથ કોઈ પણ કરી શકે. આપણે પણ કરી શકીએ. ધીરુભાઈ અંબાણી થવાના મનોરથ કરવામાં કોઈની રોકટોક થોડી હોય? પુરુષાર્થની વાત પહેલાં પણ મનોરથ થવા જરૂરી છે. એવા ઉચ્ચ મનોરથ પણ કેટલાં કરી શકે છે! નિરાશ ને હતાશ મન તો એવા મનોરથોથી પણ દૂર ભાગે! હીણપત અનુભવે! સાચું તો એ છે કે રુચિ
પસંદગી વિચારથી જ મનોરથનો પિંડ બંધાય છે.
ડી.પી.બેનર્જી
પુરુષાર્થ કરવા માટે મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજે ગઝલના સ્વરૂપમાં કમર કસીને આકાશમાં ઉડાન ભરવા પ્રેરક પંક્તિઓ રચી છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org