________________
૬૨
જે દિવસો મળ્યા તેને સારા કરી જાણ્યા. રોજ ચાર પોતરાંને મન ભરીને રમાડે અને તેમની સાથે રમે. શાક-ફળ લેવા થેલી લઈને બજારમાં જાય. સરખી ઉંમરના વૃદ્ધો સાથે વાતે વળગે. સારી સારી વાતો ગાંઠે બાંધે. અમે એક વાર આવા હતા ને તેવા હતા એવી ભવ્ય ભૂતકાળની વાતોને વાગોળતા નહી; વર્તમાનને જ જોતાં.
જે કાંઈ મુસીબત સર્જાય છે તે બે સમયની સરખામણીથી સર્જાય છે. ઉલટાનું તેઓ એ વાતને એવી રીતે વર્ણવતાં કે પોતરાંઓ સાથે રમવાનો આવો આનંદ આ પહેલાં મેં ક્યારે પણ અનુભવ્યો જ ન હતો. એવી તો મજા આવે છે કે જિંદગીમાં નિરાંત શું ચીજ છે તેની ખબર અત્યારે જ પડે છે. બીજા વિનાનું જીવન કેવું હોય તેનો અનુભવ મળે છે. આમ, જે સ્થિતિ સામે આવી પડી તેનામાંથી જીવન બનાવવાની કળાના દર્શન થાય છે. આનું નામ જીવન જીવવું તે. - જો આવી દષ્ટિ ન ઘડાઈ હોય તો જે સ્થિતિનું જીવન જીવવાનું આવ્યું હોય તેનાથી વિપરીત જીવનની વાતો કરીને વર્તમાન જીવનને ઉણપવાળું ખોડખાંપણવાળું માનવું કે મનાવવું એ જ કામ થઈ પડે છે. તેથી તો દુઃખી થવાનું જ થાય છે. એવું કરીને માણસ દુઃખને જ નોંતરે છે.
વ્યવહારમાં એનિયમને લોકો બરાબર અનુસરે છે. કોઈની દુકાને ગ્રાહક બની જઈ ચડ્યા તો તે દુકાનમાં જે માલ હોય તે અને પોતે જેનો વ્યાપાર કરતો હોય તે ચીજ અને તેના જ ભાવ-તાલ લખે છે. પૂછનાર જે ચીજ દેખાય તેની જ જાત જોવા માંગે છે. જે ચીજ ત્યાં દુકાનમાં નથી વેચાતી તેની પૃચ્છા સુદ્ધાં કરતો નથી. જેમ કે, કોઈ કાપડિયાની દુકાને ચડ્યો તો ત્યાં કરિયાણાની ચીજોને જોવા માંગતો નથી. કે કરિયાણામાં શું ભાવ ચાલે છે એમ પૂછતો નથી.
પણ કોણ જાણે એ જ માણસ પોતાના જીવન તરફ નજર માંડે તો તેને જે નથી તે જ યાદ આવે. તેની ખોટ છે એમ કરી તેના રોદણાં રડે. જે કાંઈ છે તેના વિષેની વાત જ ન કરે. તો પછી મગરૂરી લેવાની વાત જ શી કરવાની!
વળી જે નથી તે ન જ મળે કે ન જ લાવી શકાય તેવું નથી. તેના માટેનો યોગ્ય પુરુષાર્થ કરે અને તે સાચી દિશાનો હોય તો ફળ મળે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org