________________
૧૩૦
ધર્માચરણ દ્વારા ગુણોને આત્મસાત્ કરવાના છે. આચરણ કામચલાઉ છે. ગુણો કાયમી છે. દાન દીધું તે ધર્માચરણ થયું પણ ઉદારતા નામના ગુણને સિદ્ધ કર્યો તે નિશ્ચય મૂડી બની. પછી ઉદારતા સાધન અને ભાવ ઉદારતા સાધ્ય બની રહેશે. તેથી દશ યતિ ધર્મને જીવનમાં વસાવવાનું ધ્યેય બનાવવાનું છે. એના પ્રયોજનથી જ બધી ધર્માચરણા કરવાની. આત્માના દર્શન કાજે દશે ધર્મનું સેવન કરવાનું છે.
કાવ્યશાસ્ત્ર વિનોદેન...
સુભાષિતમ્
વિ.સં.૧૯૯૯ની સાલનો પ્રસંગ છે. એ વર્ષે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિશાળ પરિવાર સાથે મહુવામાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યપાદ ઉદયસૂરિ મહારાજ અને શ્રી કુરન્ધરવિજયજી વચ્ચેનો પ્રસંગ છે. તેમાં પૂજ્યપાદ ઉદયસૂરિ મહારાજની પ્રતિભાના દર્શન થાય છે.
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી મહારાજે ઇન્દ્દ્ભૂત --જે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની લાલિત્યપૂર્ણ રચના છે. તેઓએ જોધપુરથી એક પત્ર સુરત મુકામે ચાતુર્માસ બિરાજમાન આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ મહારાજ ઉપર લખ્યો છે. મંદાક્રાન્તા છંદમાં મેઘદૂતના અનુકરણ રૂપ આ રચના પણ સંસ્કૃત સાહિત્યનું ઘરેણું છે.તે ઇન્દુદૂત ઉપર સંસ્કૃતમાં એક વિવરણ મુનિ ઘુરન્દરવિજયજીએ બનાવ્યું છે જે પુસ્તકાકારે પ્રકાશિત પણ થયું છે. એ વિવરણનું સંપાદન કાર્ય ચાલતું હતું ત્યારે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના સમકાલીન અનેક પત્રો જોવાનું બન્યું હતું તેમાં તે સમયની ગુજરાતી ભાષામાં લખેલા પત્રોમાં લગભગ બધામાં એક દુહો આવતો ઃ
भ र मज्जम्मि जे वसे आगल कन्न ठविज्ज । ए दोंइ अक्षर जोडी करी अम्ह उपर चिंतिज्ज ।।
આ દુહાનો અર્થ સમજાતો ન હતો એટલે મુનિ શ્રી ઘુરન્ધર વિજયજીએ દુહાનો અર્થ પૂજ્ય આચાર્ય શ્રી ઉદયસૂરિ મહારાજને પૂછ્યો. તેઓએ કાગળ ઉપર કક્કો અને તેમાં ૫ વર્ગ અને અન્તઃસ્થ અક્ષરો લખવા કહ્યું. મ અને ય લખ્યું પછી કાનો બીજા અક્ષરમાં મૂકવાનો હતો. મયા એટલે દયા - કૃપા મારા ઉપર રાખજો એમ અર્થ થાય છે.
પૂજ્યપાદ શ્રી ઉદયસૂરિ મહારાજની પ્રજ્ઞા તીક્ષ્ણ, તીવ્ર અને શીઘ્ર અર્થબોધક હતી અને વળી સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરનારી હતી તેથી આ દુહાનો અર્થ કોઈ પાસેથી જાણ્યો ન હતો. સ્વયં પ્રજ્ઞાને કારણે તેઓને અવબોધ હતો. મુનિ શ્રી ઘુરન્ધરવિજયજી મહારાજને ત્રીસ વર્ષ થયા પછી પણ આ ઘટના એવી જ તાજી યાદ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org