________________
99
વિચલિત ન થયેલી મનોદશાને વંદના
ન
વિ. સં. ૨૦૩૪ના ઊતરતા શિયાળાના દિવસો હતા. મહા વદિના એ દિવસે બપોરે ત્રણેક વાગ્યે અમદાવાદના રિલીફ રોડ પાંજરાપોળ જ્ઞાનશાળામાં પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરન્ધર મહારાજ એક કબાટ ખોલીને બેઠા છે. એક-એક ખાનામાં ક્રમબદ્ધ ચોપડીઓની થપ્પીઓ જુએ છે. આંખ કાંઈક શોધી રહી છે. કાંઈ બોલતા નથી. બધા ખાના જોવાઈ ગયા. પુસ્તક-નોટબુક-ડાયરી બધું જ જોવાઈ ગયું પછી મુનિ ધર્મધ્વજ વિજયજીને પૂછે છે : આમાં પેલી ડાયરી દેખાતી નથી ! જોઈ છે !
બાજુમાં હું મારા આસને હતો. ઉત્કંઠિત થઈ જોયા કરતો હતો. મુનિ પાસેથી સ્પષ્ટ જવાબ ન મળ્યો. મેં દરમિયાનગિરી કરી. પૂરી તટસ્થતા સાથે મહારાજજી કહી રહ્યા હતા. એમના સ્વરમાં થોડી ચિંતા દેખાઈ. પૂછ્યું : ડાયરીમાં શું હતું ? જવાબ મળ્યો : એકવાર આપણે જોઈ હતી તે, સકિતના અડસઠ બોલની સજ્ઝાયની નવી રચના હતી. બોલના ચડતા ક્રમથી સજ્ઝાય રચેલી હતી. વળી મેં પૂછ્યું : બીજી નકલ હશેને ! સહજતાથી બોલ્યા : ના.
હું પણ ખોળવામાં જોડાયો. એ ડાયરી મેં જોઈ હતી તેથી એના દેખાવનો અંદાજ હતો. ડાયરી ન મળી તે ન જ મળી. પછી સમાચાર મળ્યા કે ચારેક દિવસ પહેલા એક બુક-બાઈડર આવ્યો હતો. એને આ ત્રણ ડાયરીઓ તથા બીજા ચાર પુસ્તકો બાઈડીંગ માટે આપ્યા હતા. ત્રણ દિવસમાં કરી આપવાનો હતો, પણ આવ્યો નથી ! મહારાજજીએ સ્વરમાં કંપ લાવ્યા વિના જ પૂછ્યું ઃ ક્યાંનો હતો ? શું નામ હતું ? સરનામું છે ? બધા પ્રશ્નોનો એક જ જવાબ મળ્યો : ના !
અમદાવાદમાં જેટલા હતા તે બધા બાઈડરના નામ-સરનામાં મંગાવ્યા. બધે તપાસ કરાવી. પરિણામ શૂન્ય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org