________________
૧૨૦
તો તેનો ત્યાગ કરવો.
(૩૮) ગંઠસી પચ્ચક્ખાણ કાયમ માટે સાચવું એમાં જો ગાંઠ છૂટી જાય તો તે જ ક્ષણે ચોવિહાર કરી લઉં.
વહોરીને આવ્યા પછી ખ્યાલ આવે કે ગાંઠ છૂટી ગયેલ છે તો અન્ય સાધુ મહારાજને આપું તેમને વધે છતાં જો વાપરી જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય. જો તેઓ આહાર ન લઈ લે તો આહાર હું વાપરી જાઉ ને ચોવિહારના પચ્ચક્ખાણ કરી લઉ. તે દોષ નિવારવા એક હજાર ગાથાનો સ્વાધ્યાય ઊભા રહીને કરી લઉ.૮
જ્યારે જ્યારે મોંમાં પાણી અથવા આહાર -કશું પણ લેવું હોય તો તે પહેલાં જે ગાંઠ હોય તે છોડવી પડે તે છૂટે પછી જ મોંમાં કશું લઈ શકાય. આ નિયમ પણ સતત જાગૃતિરૂપ અપ્રમાદ ગુણને સિદ્ધ કરવા માટે છે. આવો નિયમ ઉપકારક છે.
(૩૯) જાવજીવ સુધી બિયાસણનું (ઓછામાં ઓછું પચ્ચખાણ કરું. ૯
અનાદિકાળના સંસ્કારોને નાથવા માટે આહારસંજ્ઞા પર કાબૂ મેળવવો જરૂરી છે. તેના ટંક ઘટાડવા માટે આ નિયમ છે. “ઓછામાં ઓછું બિયાસણનું પચ્ચખાણ તો કરું જ આવો નિયમ કરવાથી આહારમાં નિયંત્રણ આવે છે.
(૪૦) આહારમાં એક વિગઈ જે લેવાની હોય તે પાશેરથી વધારે ન લઉં. ગોચરીમાં - માંડલીમાં વધી જાય તો લઉ. ૧૭
ચારસો વરસ પહેલાંની આ વાત છે. વિગઈનું પ્રમાણ શરીરની તાસીર પ્રમાણે હોય છતાં તેનું પ્રમાણ નિશ્ચિત કરવું જરૂરી છે. આ નિયમ જડતાથી નહીં પરંતુ જરૂર પડે તો તેમાં ફેરફાર કરવો પડે તો કરવો.
(૪૧) નીવી કરી હોય તે દિવસે ત્રણ ઘાણ કાઢ્યા પછીનું લઉં અને દાઝેલું ઘી હોય તો તે પણ લઉં. (ખપે) ૧૮
સામાન્ય રીતે નીવીમાં આ જ નિયમ હોય છે છતાં તેમાં રસની આસક્તિ ન આવે તે માટેનો આ નિયમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org