________________
ત્રણે ડાયરીમાં સંસ્કૃત અને ગુજરાતી રચનાઓ હતી. એની બીજી કોઈ કાચી નકલ પણ ન હતી. આવી મૂલ્યવાન કૃતિ હાથથી ગઈ છતાં મહારાજજીના મુખ ઉપરની રેખા બદલાઈ નહીં. એ માટે કાંઈ પણ બોલવાની તો વાત જ ક્યાંથી આવે ?
દરેક સર્જકને પોતાની રચના પર અપત્ય પ્રેમ હોય છે, એટલે કે દીકરા જેવો મોહ હોય છે. શ્રી સંઘમાં પ્રસાર પામે એવી આ સુંદર રચના બાર ઢાળની હતી. આ બધું પળવારમાં ગુમાઈ ગયું છતાં જરા પણ ઉચાટ ન મળે!
એમના મનની અવિચલિત દશા હું બારીકાઈથી નિહાળી રહ્યો હતો. જે બન્યું એ વિષે વિરૂદ્ધમાં કે તરફેણમાં બોલવાની મારી તો હિંમત જ ન ચાલી ! મુનિશ્રી ધર્મધ્વજવિજયજીએ એ ડાયરીઓ પાછી મળે તેવા સંકલ્પથી અઠ્ઠમ તપ પણ કર્યો. જે ઘટના બની ચૂકી હતી તેમાં કશો જ ફેરફાર ન થયો –મહારાજજીની મનઃસ્થિતિની જેમ !
ILS
OIL ગ્રન્થ ૨
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainel praty