________________
૬૮
યજમાન વાક્ય અને મહેમાન વાક્યને
સમજીએ, અપનાવીએ
તમે તાલુકાના ગામમાં રહેતા હો, કોઈ વ્યવહારિક પ્રસંગે મોટા શહેરમાં જવાનું હોય, જેને ઘેર થેલી મૂકવાની હતી તેને સમાચાર મળે તેવા પ્રયત્ન કરેલા. રેલગાડીના ટાઈમ એવા હતા કે બપોરે દોઢ વાગ્યે તમે તેમના ઘેર પહોંચ્યા. તમે બે જણ હતા. સવારે વહેલા નીકળ્યા હતા એટલે માત્ર દૂધ પીધું હતું. હવે અત્યારે કકડીને ભૂખ લાગી હતી.
સામે પક્ષે તેમને સમાચાર મળ્યા જ ન હતા અને એમના ઘરમાં ખાનારા ચાર જણ હતા. રસોડું આટોપી લીધું હતું. બપોરનો સમય એટલે કામથી પરવારી આડે પડખે થવામાં હતા. તમે પહોંચ્યા એટલે આવકાર આપી ઠંડું પાણી આપતાં સાથે કહે કે, “રસોઈ માંડી દઉં હમણાં જ આ ઘડીએ તૈયાર થઈ જશે. તમે હાથમોં ધોઈ પરવારો ત્યાં જમવાનું તૈયાર થઈ જશે.” -- આ વાક્યો યજમાનનાં છે.
તમે શું કહો. “હા, શિરો બનાવી દો. જલદી તૈયાર થશે. ઝાઝી વાર ન લાગે. વસ્તુ સારી લાગે
-- એમ કહેશો કે, “ના, ના, એવી તરખટ ન કરતાં. ચા મૂકી ઘો. ખાખરા આપો એટલે બરાબર થઈ રહેશે!” એમ કહેશો? શું કહેશો? કેમ કે તમે બોલશો તે મહેમાન વાક્ય છે. તમારી પાસે એટલો વિવેકનો દીવો પ્રકાશ આપે છે કે આપણાથી આ બોલાય અને આ ન બોલાય!
આ જો જીવનના બધાં જ ક્ષેત્રમાં સમજી લઈએ અને સ્વીકારી લઈએ તો ઘણા બધા દુઃખો અને આફતો શમી જાય! ગરબડ અહીં જ થાય છે. જે વસ્તુનું પરિવર્તન આપણા હાથમાં નથી ત્યાં જ આપણે ઘૂંક ઉડાડીને જાતજાતની સલાહ આપવા ઉત્સુક બની જઈએ છીએ. આ લગામ જો મગજમાં હોય તો વાણીમાં કાબૂ આવી જાય, જે બોલાય તે સમજપૂર્વકનું જ બોલાય. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org