________________
અને બાધક છે તેને સાવધાનીપૂર્વક ત્યજવા. ઘાતકને તો દૂરના દૂર જ રાખવા. દેહાત્મવિવેક એ એક જ સાધ્ય છે, લક્ષ્ય છે. એ સિદ્ધ કરવા તેના સાધનઉપસાધન લેખે જે કાંઈ કરવું પડે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તરીકે ગણાતું હોય તે આદરપૂર્વક સેવવું.
દેહભાવ ભાન એ લૌકિક છે. આત્મભાવ ભાન તે લોકોત્તર છે. આ લૌકિક સ્થિતિ તો અનાદિની છે. મન, વચન અને કરણીમાંથી તેને ત્યજવાની છે, તેને સ્થાને લોકોત્તર વચનો, વિચારો અને વર્તણૂંકને તારે ચીવટથી અપનાવવાના છે. આ બધાને તારે તારા બનાવવાનાં છે.
અનાદિથી જે દેહાધ્યાસ ચિત્તવૃત્તિમાં ગાઢપણે વણાયો છે તેને અળગો કરવાનું લક્ષ્ય એક ક્ષણ માટે પણ ન વીસરાય તે માટે, પ્રભુ દર્શન વંદન, તીર્થયાત્રા, સામાચારીનું પાલન કરવું; એની પુષ્ટિ માટે આગમ ગ્રંથોથી લઈ પ્રકરણ ગ્રંથોનું અધ્યયન કરવું; આ બધા સાધનોનો ઉપયોગ દેહભાવને સ્થાને આત્મભાવની સ્થાપના કરવા માટે છે.
રોજની ઘટમાળમાં પર-પદાર્થ પ્રત્યેની પ્રીતિ મૂળગામી બની ગઈ છે તેનાથી જીવને પાછા વાળીને પરમ તત્ત પ્રત્યેનો લગાવ ઉભો કરવાનો છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ કરવાની છે. અનિત્યથી નિત્ય તરફ નજર નોંધવાની છે. અન્યથા આ જીવન તો એવું અનિત્ય છે કે
0:0
મારી હસ્તી, મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ,
જળમાંથી આંગળી લીધી, જગ્યા પૂરાઈ ગઈ.
(ઓજસ પાલનપુરી)
માત્ર દશ્ય જગતમાં ગતિ-સ્થિતિ સીમિત થઈ જાય છે તેને બદલીને અદશ્યમાં નજર દોડાવવાની છે; તારે ત્યાં સુધી પહોંચવાનું છે. દિવસમાં દસ વાર બોલજે ઃ દેહથી હું જુદો છું. આટલું લક્ષ્યરૂપે તારા મનમાં કોતરાઈ
Jain Education International
For Private & Personal Use Only
III ગ્રન્થ ૨
૮૫
www.jainelibrary.org