________________
એકવાર સમજાઈ જાય કે દેહથી આત્મા જુદો છે પછી દેહ જર્જરિત થાય, રોગોથી ઘેરાઈ જાય, પારાવાર પીડા થાય, પુદ્ગલના સ્વભાવ મુજબ કરમાઈ કાળો પડે તો પણ આત્મા તેનાથી જુદો છે એ અનુભવાશે, પીડાશે નહીં, રીબાશે નહીં.
આત્મા સ્ફટિક જેવો નિર્મળ, સતુ એટલે કે સતત વિદ્યમાન, ચિતું એટલે જ્ઞાનમય અને આનંદમય! જ્ઞાનમય એટલે તે જડ નથી. આનંદમય એટલે વિષાદ નથી. ક્યારે પણ ઓલવાય કે આથમે નહીં તેવું તેજ તારું સ્વરૂપ છે તે અનુભવાય તો આધિ-વ્યાધિ-ઉપાધિની પીડા રહે જ ક્યાંથી?
નિરંતર સુખમાં આકાશ જેવા અસીમ ચિદાકાશમાં જ વિહરવાનું જો તને ગમતું હોય તો આત્માની બહારના પ્રદેશમાં ભટકવાનું બંધ કર અંદર ઝાંખ. બહિર્મુખતા ત્યજીને અન્તર્મુખ બની જા. અંદર મેં ક્યારે પણ જોયું નથી, બહાર છે તેનાથી કંઈ ગણું સુંદર અંદર છે તે જોતાં આવડી જાય તો બહારનું વરવું લાગે, ફિક્કુ લાગે.
વાણી વિરમે તો અનાહત નાદ સંભળાય - વિચાર વિરમે તો અનંતસમૃદ્ધિના દર્શન થાય. ઉધામા છોડીને પલાંઠી વાળીને ક્યાંક નિરાંતે એકાન્તને શણગારવાનું શરુ કરી દે.
તને હજી બહારના ટેકાથી જીવવાની આદત છૂટી નથી આ તારી પરાધીનતા છે. અંદરનો કો'ક ટેકો શોધી કાઢે તેના સહારે જીવવાનું શરુ કર તો સ્વાધીનતા શું ચીજ છે તેની તને ભાળ મળે.
સતત ને સતત તું બહારની પરિસ્થિતિનો આશ્રય લે છે ત્યાં સુધી તું પરાશ્રિત છે, ત્યાં સુધી તું સ્વાધીન નથી. આ જૂની આદતની નાગચૂડમાંથી નીકળવું તારા માટે કપરું છે પણ, કોઈકના અનુભવને જાણી તેને ખપમાં લઈને તું તારી પાંખો ફફડાવ, ઊંચે ઉડવા તૈયાર થા. થોડો વખત અણગમો લાગે તો સહી લે. સંકલ્પ કર, દેહની પેલે પારના પ્રદેશમાં એકવાર તો લટાર નીકળવું જ છે. જરૂર ભગવાનની સહાય મળશે. બસ, આજે આટલી વાત તારી સાથે કરીને હળવો થાવ છું.
આટલી વાત તેં ધ્યાનપૂર્વક સાંભળી તેથી ધન્યતા અનુભવું છું. ફરી ક્યારેક આ બાબતમાં તેં જે પ્રગતિ સાધી હોય તેના સુખદ સમાચાર આપજે. -- એ જ
८७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org