________________
૯૬
કેટલાક શુભ સંસ્કારો તેઓશ્રીએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રેમસૂરિ મહારાજના ઝીલેલા. પ્રતિક્રમણ તો ઊભા ઊભા જ કરે ! અરે ! ત્રીસ-પાંત્રીસ કિલોમીટરનો વિહાર કર્યો હોય તો પણ સાંજે તો પ્રતિક્રમણમાં ઊભા જ હોય!
સાથેના સાધુ એમ પણ કહે કે અમે થાકીને અધમૂઆ થઈ ગયા હોઈએ, બોલવાની હોંશ ન રહી હોય ત્યારે, તેઓશ્રી ઊભા થાય અમારે પણ ઊભા થવું પડે; ખેંચાવું જ પડે.
આપણને થાય કે એવી સ્થિતિમાં તેઓ પ્રસન્ન કેમ કરીને રહેતા હશે! એનો જવાબ છેઃ તેઓશ્રીની દષ્ટિ દેહને તો ઓળંગી ગયેલી જ, સાથે સાથે મનની વૃત્તિઓને પણ પૂરી વશ કરી લીધેલી. સીધા જ આત્માને નિરંતર જોતાં હોય તો જ આ સ્થિતિ આવે.
ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતાં. પ્રવીણ દેસાઈ) એ પંક્તિ સાંભળેલી ખરી પણ જ્યારે તેમની સાથે વાતો માંડી ત્યારે તેઓશ્રી કેવા તપોમય છે તે જાણ્યું અને સંયમ શબ્દનો અર્થ વધુ ને વધુ સ્પષ્ટ રીતે સમજાયો.
આ બધાં આત્મબળ સાધક પરિબળોના સરવાળે પ્રાપ્ત થાય તેમ લાગે છે. ત્રેપન મિનિટ પણ આર્તધ્યાન નહીં.' વળી કારણ કે આર્તધ્યાનના ઉત્પત્તિ સ્થાનરૂપ અશુભ ચિત્તવૃત્તિઓને જ કાબૂમાં લઈ લીધી હોય તો પછી ઉપશમ વિરોધી વૃત્તિ ઊગે જ ક્યાંથી? સામાન્ય રીતે આર્તધ્યાન ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગથી જન્મે છે. તેમની ૮૪ વર્ષની આવરદામાં અને ત્રેપન વર્ષના દીક્ષાપર્યાયમાં તો ૩૫ વર્ષ મેવાડમાં વીત્યા છે. મેવાડમાં તો ગામેગામ તેરાપંથી અને સ્થાનક સમુદાય દ્વારા થયેલા અપાર સંઘર્ષોમાંથી તેમને પસાર થવાનું બન્યું છે. ખમણોર જેવા ગામોમાં તો ચાતુર્માસ નક્કી થયા પછી ત્યાંના રહીશો તરફથી વિરોધ આવ્યો. આવું તો ઘણા ગામોમાં બન્યું હશે. અમને રૂબરૂમાં બે-ત્રણ ગામોની વાત કરી હતી. હિંમત અને વિશ્વાસ એ બે હલેસાંથી તેઓએ જિંદગીની આ નદીને પાર કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org