________________
કરીને જ વિરમે.
આવી બધી વાતોનો અણસાર પં. પદ્મવિજયજી મહારાજે નવપદની પૂજામાં સમ્યગદર્શનપદની પૂજાની કડીમાં આપ્યો છે :
આત્મજ્ઞાન કો અનુભવ દશર્ન સરસ સુધારસ પીજીએ -પ્રભુ નિર્મલ દરિસણ કીજીએ.”
આમ દેહાદિથી જુદો આત્મા અનુભવવો તે ભેદજ્ઞાનની ભૂમિકા છે જ્યારે સમગ્ર જીવો સાથે અભેદનો અનુભવ તે અભેદજ્ઞાનની ભૂમિકા છે. બે માંથી જે રસ્તે વિર્ય ઉલ્લાસ વધે તે માર્ગે ગમન-
નિગમને તે સંયમજીવનનું લક્ષ્ય સાધ્ય પ્રયોજન ગણાય.
આ આજકાલના વાતાવરણમાં અશક્ય પ્રાયઃ લાગે પણ પ્રભુ મહાવીર મહારાજાના શ્રમણ થનાર તમામને આ જ લક્ષ્યથી સાધનાની પ્રીતિ-ગતિ અને સ્થિતિ હતી અને તે જ લોકોત્તર જીવન છે. જેમ જેમ અનાત્મરતિની અસર વધી તેમ-તેમ શ્રમણજીવન પણ લૌકિક બનતું ચાલ્યું.
આત્મરતિ સાધકને લોકસંપર્ક તો બાધક જ લાગે. ભરવાડ જેમ દૂધના પ્રયોજને જ બકરી પાસે જાય, જે ક્ષણે પ્રયોજન પૂર્ણ થયું તેની બીજી ક્ષણે ત્યાં ન હોય, તેમ આહારાદિ પૂરતું તે ગૃહસ્થને ત્યાં જાય. તે સિવાય તે અનુપ્રેક્ષાથી આત્માનો ખોજી બની રહે તે માટેનો જ તેને ખપ રહે. માટે તેનો ખપી અને તે માટે ખાખી બનવું હોય તો તે માટે પણ તૈયાર. શ્રમણ આત્મ ખોજી તે માટે સંયમખપી અને આહારાદિ માટે ખાખી બની રહે તો તે ભવ બદલતાં પહેલાં અલપઝલપ એ ઝાંખી થાય તો થાય. પણ એ માર્ગે ચાલનાર તો આત્માના માર્ગે ચાલ્યો જ કહેવાય જ કહેવાય અને એકવાર આત્મદર્શનની રઢ લાગી જાય તો આત્મતર જગતમાંથી તેની પ્રીતિ-રતિ સૂકાઈ જાય તે સતત ઘન્દાતીત થવા મથતો રહે.
આવા બધા વિચારો મનમાં ઘોળાય છે. સંયમ જીવનમાં આવી એકદ ક્ષણ લાવી જાય તો કેવું સારું! જો કે તેને માટેના દેદાર નથી પણ ગમે છે તો એ જ. .
CE
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org