________________
૭૨.
- દેવે બનાવેલું દેરાસર : શ્રી કાંતિબાપાનું પાટણવાવનું દેરાસર
પાઠશાળાના પચાસમા અંકમાં દેવનિર્મિત શ્રી શાંતિનાથ ભગવાનના મહાપ્રાસાદની વાત વાંચીને રોમાંચ થયો. હવેથી જ્યારે જ્યારે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવાનું થશે ત્યારે ત્યારે શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરવા જવાનું અને તે પણ એક દેવદારા નિર્મિતજિનાલયના દર્શન કરીએ છીએ તે ભાવ લાવીશું. આની જેમ અત્યારે કોઈ આવા જ દેવ દ્વારા નિર્મિત જિનાલયના દર્શન કરવા હોય તો અમારી એ ભાવના પૂર્ણ થઈ શકે તેમ છે ! જો આપના ખ્યાલમાં હોય તો આપ વિગત જણાવો તો અમને એ જિનાલયના એ પ્રભુના દર્શન-પૂજન કરતાં આનંદ અને અહોભાવનો અનુભવ થશે.
ઉત્તરઃ વાત બહુ સુંદર છે. આવી રીતે આવા પ્રશ્નોની જિજ્ઞાસા થવી જોઇએ. ઉત્તર આપવા પ્રયત્ન કરું.
અસંખ્યાતા દેવો છે તેમાં જે શક્તિ સંપન્ન છે, પુણ્યવંત છે, પ્રભુના ગુણોથી પ્રભાવિત છે તેઓ પોતાના ઉપકારીના ઉપકારના સંસ્મરણાર્થે સુંદર ચિત્યનું નિર્માણ કરતાં હોય છે.
એક ઘટના જે આપણા ગુજરાતમાં તાજેતરમાં બની છે તે વાત કરું.
જુનાગઢ પાસે ધોરાજી નામે ગામ છે. ત્યાંથી બાવીસ કિલોમીટર દૂર પાટણવાવ નામે નાનું ગામ છે. એ ગામ અત્યારે છેલ્લા દોઢેક વર્ષથી સંપૂર્ણ સ્વચ્છ રહે છે.
એ ગામમાં એક શ્રી સીમંધર સ્વામી ભગવાનનું નાનું પણ સુંદર દેરાસર છે. તે દેરાસર દેવકૃત છે. વાત એવી બની છે કે તે ગામના એક ભાઈ હતા. કાંતિભાઈ નામ હતું. તેઓ કાળધર્મ પામ્યા. વ્યત્તરનિકામાં દેવરૂપે ઉત્પન્ન થયા.
તેમના સ્વજનો પ્રત્યેની પ્રીતિના કારણે અવારનવાર તેઓ સ્વજન પાસે આવતા હતા. એકવાર એક સ્વજને પૂછ્યું, કે તમે શ્રી સીમંધર સ્વામી ભગવાન પાસે જાવ છો? આશ્ચર્યની વાત તો એ છે કે એ કાંતિબાપા દેવે ત્યાં સુધી શ્રી સીમંધર સ્વામી ભગવાનના નામ સુદ્ધાંની જાણ ન હતી. પણ વિર્ભાગજ્ઞાન દ્વારા સર્વ હકીકત
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org