________________
વાણી વ્યક્તિનું માપ છે
વાણી એક વરદાન છે. માણસ સારો છે એમ જો કહેવાય તો એનો આધાર છે --એક તેનો બાહ્ય દેખાવ અને બીજું તેની વાણી. એ કેવું બોલે છે ! ભાષા સારી છે કે નહીં! એની વાણીમાં તુચ્છતા આવી તો એના ટકા મૂકાઈ ગયા સમજો ! યાદ રાખજો, જે વ્યક્તિ તમારી સમક્ષ નથી તેના વિષે તમે બહુવચનમાં, માનપૂર્વક બોલો છો તે વાણી પેલી વ્યક્તિને અચૂક પહોંચે છે તે નક્કી જાણજો.
अपियस्सावि मित्तस्स रहे कल्लाण भासइ (उत्तराध्ययन सूत्र) અર્થ : અપ્રિય એવા મિત્રનું પણ એકાન્તમાં સારું જ કહે. ગુજરાતી કવિતામાં પણ એક સરસ વાત આવે છેઃ
ભૂંડ બોલો ના કદાપિ મૂએલાનું સર્વથા' આમાં પણ એવા જ ભાવની વાત છે કે ગતાત્માની નબળી વાત ન કરવી.
મારું તો નમ્ર મંતવ્ય છે કે દરેક વ્યક્તિએ પંદર વર્ષની વય થાય એટલે પોતાની બાને બહુવચનથી બોલાવવાનો વ્યવહાર દઢ પણે શરુ કરી દેવો જોઈએ. માતા સૌથી ઉપકારિણી છે. એમના પ્રત્યે બહુમાનથી કૃતજ્ઞતા નામના એક ઉત્તમ ગુણના વિકાસની શરૂઆત થાય છે.
બોલવું તો પડે જ. બોલતી વખતે જાગૃત રહીને એવા શબ્દ વાપરીએ કે આપણાં અને સાંભળનારાના કાનને સુખ ઉપજે, શબ્દ શ્રવણમધુર અને કર્ણપ્રિય હોય.
જરા જેટલી પણ શોધ ચલાવશો તો આવા શબ્દો મળી રહેશે. શરૂ-શરુમાં કદાચ સારા શબ્દની શોધમાં
૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org