________________
જાણી, મિનિટમાં પહોંચી ગયા. જોઇને આશ્ચર્ય પામ્યા. ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ, એ ત્રણ ગઢ, એ અશોકવૃક્ષ, એ બાર પર્ષદા, એ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ ! આ બધું તો સુંદર હતું જ પણ જ્યારે પાણીથી ભરેલા મેઘના ગર્જારવ સમી કે ગંગાનદીના વહેણ જેવી ધીર-ગંભીર શૈલીમાં સંભળાતી શ્રી સીમંધર સ્વામી ભગવાનની દેશના બાર યોજન દૂર ઉભા રહેલા દેવે સાંભળી તે તો પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. એના અક્ષરના અમીરસને ગટ ગટ પીવા લાગ્યા. એ દેશના શ્રવણનો એવો તો નાદ લાગ્યો કે રોજને રોજ દૂરથી આવીને તે સુધારસથી ભર્યા ભર્યા વચનો સાંભળવા લાગ્યા. સંસારની તમામ વાતો
પરત્વે એવો સહજ વૈરાગ્ય પ્રકટ્યો કે પ્રભુ ભક્તિમાં જ સર્વ સુખો અને પાટણવાવનું એ દેવક્ત સિમંધરસ્વામી જિનાલય
સંસારનો સાર દેખાવા લાગ્યો. એમના જ સ્વજનો કે બીજા કાંઇ સાંસારિક પ્રશ્નો પૂછે તો કહે કે તમે આ પ્રશ્નોની ચિંતા ન કરો, પરમાત્માના સાચા ભક્તને દુઃખ ન આવે તેની જવાબદારી મારી !
ભરતક્ષેત્રના ધાર્મિકજનોને જોઈ કહે કે અહીંના તમારા બધાના મોં સાવ પડી ગયેલા - નૂર વિનાના અને ઉતરી ગયેલા લાગે છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રના શ્રાવક-શ્રાવિકાઓને જોઉં છું તો તે બધાના મોં ખીલેલા કમળ જેવા, તેજથી શોભતા અને ઉલ્લસિત લાગે છે. ત્યાંના ધાર્મિક જીવોમાં સરળતા ખૂબ જણાય છે.
આ બધાના વચનોમાં જે તત્ત્વ પડઘાય છે તેના આધારે આપણામાં ફેરફાર કરવા જેવું લાગે તો કરવા જેવો છે.
શ્રી સીમંધર સ્વામી ભગવાન આ કાંતિબાપા (દેવલોકનું નામ શ્રીમેઘનાથ દેવ)ને પહેલા જ દર્શને પ્રિયતમ લાગ્યા છે. પ્રિય અને પ્રિયતરની ભૂમિકામાંથી પસાર થવાનું બન્યું જ નથી તેથી આ દેવના હૈયામાં સર્વતઃ
10-16 IDIEOh
રે
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrasyon
/ I