________________
૭૬
- જરા વાર લાગે પરંતુ પછી તમારું શબ્દભંડોળ જ એવું બની જશે કે તેમાં નબળો કે કર્ણકટુ શબ્દનો પ્રવેશ = જ નહીં રહે, જેમ દક્ષિણ ગુજરાતના ખેતરોમાં કે ખેતર લઈ જતી વાટમાં તમને કાંકરો નહીં મળે!
એક સચોટ યાદગાર રાજસ્થાની કહેવત છેઃ
थारी मारी वाणीमां एतलो फरक।
में बोलु वरु ने थें बोलो झरख। અહીં કહેવાનું તો એક જ છે પણ વરુ શબ્દની કોમળતા ઝરખમાં છે ખરી? બન્ને શબ્દ આપણને સ્વાધીન છે તો સારા શબ્દથી આપણા મુખને કેમ ન શોભાવીએ?
જ્યારે મનમાં જે વ્યક્તિ માટે, પદાર્થ માટે તિરસ્કાર અને અ-બહુમાન થઈ આવે ત્યારે ત્યાં તોછડાઈ આવે છે. પરિણામે તે સંબોધન કે નિવેદન કરવામાં તોછડા શબ્દો નીકળી આવે છે. બધે વખતે પરિસ્થિતિનું કારણ સામે પક્ષે હોતું નથી, આપણી ચિત્તભૂમિ પણ અગત્યનો ભાગ ભજવે છે. આવે સમયે આપણે ભલે બહુમાનભર્યા વચનોથી એ વ્યક્તિનો ઉલ્લેખ ન કરી શકીએ પણ આપણે તો આપણા વ્યક્તિત્વને છાજે તેવો, ઔચિત્યભર્યો ઉલ્લેખ તો કરવો જ જોઈએ. જે વખતે આપણે તે વ્યક્તિ માટે તેનું નામ બોલીએ, તેના વિષે બે શબ્દ બોલીએ ત્યારે આપણી ભૂમિકા, આપણી મનોવૃત્તિ જ બહાર આવે છે. ભાષાપરથી બોલનારનો દરજજો નક્કી થાય છે. પેલી પ્રસિદ્ધ ઉપદેશકથા છે ને! એ કથાના પાત્રો સાથે આપણે આપણને મૂલવીએઃ મંત્રી, દિવાન, સિપાઈ વગેરે રસાલો લઈ મૃગયા કરવા નીકળેલો રાજા અટવીમાં ભૂલો પડ્યો. રાજા થાકીને લોથપોથ થઈ ગયો. પાણીની સખત તરસ લાગી. ભૂખ તો સહન થઈ શકે પરંતુ તરસ કેમ સહન થાય? ત્યાં દૂર એક નાની શી ઝૂંપડી નજરે ચડી. કોઈક તો રહેતું હશે જ. તરસ છીપાવા પાણીનું પવાળું તો મળશે જ. આશા જાગી. આવા કામમાં તો સિપાઈને જ દોડાવાય ને! એને દોડાવ્યો. ઝૂંપડીમાં વૃદ્ધ માજી એકલા રામ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org