________________
આજે જેની પણ સફળતા દેખાય છે તેના મૂળમાં તો તેનું પ્રારબ્ધ | કિસ્મત / તકદીર, ભાગ્ય નામ ગમે તે આપો તે હોય છે. જેમ કે કોઈક કીક બહાદૂર’ એક જ કીકથી સ્કૂટર સ્ટાર્ટ કરે છે. જોનારા પણ તાજુબ થઈ જાય. પોતે પણ ફુલાય. પણ ખરેખર તો એની કીકને સફળતા આપનાર તો ટાંકીમાં પડેલું પેટ્રોલ છે. પેટ્રોલ છે તો એક જ કીકથી સ્કુટર સ્ટાર્ટ થાય છે. પુરુષાર્થ સ્થૂળ છે માટે દેખાય છે. જ્યારે પેટ્રોલ અંદર છે સૂક્ષ્મ છે તેથી તે નજરે ચડતું નથી.
પેટ્રોલ જેમ મેળવી શકાય છે તેમ પુણ્ય પણ મેળવી શકાય છે. પુણ્ય કમાવવાના ઉપાયો છે. સત્તત્ત્વ પ્રત્યેની નમ્રતા તે પહેલો ઉપાય છે. સાદી રીતે કહીએ તો, નમસ્કાર કરવો તે નમ્રતાનું સર્વોત્તમ પ્રતીક છે. બીજા ક્રમે દાન આવે છે. પુણ્ય હાંસલ કરવાનો આ ઉપાય પુણ્ય તરફ વાળે છે. અબોલ-મૂંગા પ્રાણીને રોજ નિયમિત એક સમયે અન્નદાન દેવામાં આવે તેનાથી પણ પુષ્ય નીપજાવી શકાય. તમે એક સામાન્ય પ્રયત્નથી સામા માણસની આંતરડી ઠારવાનું કામ કરો છો. સુખ-શાંતિ પમાડવાનું કામ કરો છો તેનાથી પણ પુણ્ય બંધાય છે. અરે! બીજું કશું ન કરો, માત્ર કલાક-અડધો કલાક આયંબિલશાળામાં જઈને ચૂપચાપ પીરસવાનું કરશો તો પણ તમારું દુઃખ ઓછું થાય અને પુણ્ય બંધાય.
પ્રભુ પૂજા કરતી વખતે પ્રભુ અરિહંત દેવાધિદેવની પૂજા કરીને પછી શ્રી ગૌતમ મહારાજાની પૂજા કરો તો પણ પુષ્ય વધતું રહે
ઉપાયો કરવા માટે છે ગણવા માટે નથી. ઉપાયો અજમાવો. નિરાશા ખંખેરી નાખો. ખૂબ આશાવાદી બનો. જેમ જેમ વિધેયાત્મક વિચારસરણીનો અભિગમ અપનાવશો તેમ તેમ તમારું ભાગ્ય જાગશે.
ક્યારે પણ જેની તેની પાસે તમારી દુર્દશાના, તમારા દુઃખોના ગાણાં ગાશો નહીં. તમારા દુઃખ તમારા સિવાય બીજું કોણ ઓછું કરી શકવાનું છે? ભૂતકાળમાં જે કોઈ ઘટનાઓ બની ગઈ છે તેને ગાયા કરશો નહીં. આમ કર્યું હોત ને તેમ કર્યું હોત, મારું કામ થઈ ગયું હોત એવી નિષ્માણ અને વંધ્ય વિચારસરણી તો કરતાં જ નહીં. જે ઘટના બની ગઈ છે તેના વિષેનો તમારો ખરખરો તમારા સત્ત્વને હણનારો છે. પુણ્ય ઘટાડનારો છે. તમારા જીવનમાંથી આ વિચાર પદ્ધતિને તો દેશવટો જ દઈ દેજો.
૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org