________________
આપણે ત્યાં પ્રચલિત જે સૂત્રો છે તેને કંઠસ્થ કરવાની પ્રથા છે. આ પ્રથા ખરેખર પ્રશંસા કરવા લાયક છે. એ સૂત્રોને આપણી સમજ મુજબ ત્રણ ભાગમાં વહેંચીને વિચારી શકાય. એક છે આચાર સૂત્રો. જે રોજિંદી ધર્મ ક્રિયા કરવાની હોય છે, જેવી કે, ગુરુવંદન, ચૈત્યવંદન, સામાયિક અને બંને ટંકના પ્રતિક્રમણ, તે તે ધર્મ ક્રિયા વિધિમાં ખપમાં આવતાં સૂત્રો ઉચ્ચારની શુદ્ધિપૂર્વક કંઠસ્થ કરવા. સૂત્રો કંઠસ્થ કરવાની પ્રણાલિકા છે તેમાં શુદ્ધિની બાબતે ઘણી કાળજી જરૂરી છે. પછી આવે છે વિચાર સૂત્રો. નવ તત્ત્વ, જીવ વિચાર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર --આ બધામાં અહંતુ શાસનમાં જે રીતે જગત સંબંધી જીવ સંબંધી વિચારો કરવામાં આવ્યા છે તેનું નિરૂપણ છે. તે બધા સૂત્રો આચાર સૂત્રો પછીના ક્રમે કંઠસ્થ કરવામાં આવે છે. તેના અર્થ પણ કરવામાં આવે છે. તે દિશામાં પણ ઠીક ઠીક પ્રગતિ સાધવામાં આવે છે. તે વિષયના અન્ય દાર્શનિક પ્રવાહો સાથે તુલનાત્મક અધ્યયન સુધી પહોંચાય તે જરૂરી છે. આ બે વિભાગમાં જે સૂત્રો આવે છે તે બહુ જાણીતી વાત છે. પછી વાત આવે છે વિકાસ સૂત્રોની. આ વાત સંઘમાં બહુ પ્રચલિત નથી. આ વિકાસ સૂત્રમાં આત્માના વિકાસ પ્રક્રિયાની વાત આવે છે. દુર્ગુણો, દૂષણો, દોષોથી આત્મા લેપાયેલો છે. તેને કાઢીએ તો જ આત્માની ઢંકાયેલી શક્તિ પ્રગટ થાય. તે માટે પંચ સૂત્ર (પ્રથમ), ચઉસરણ પયગ્નો, વીતરાગ સ્તોત્ર સત્તરમો પ્રકાશ ઉપયોગી છે. આ સૂત્રોની ભાષા પ્રાકૃત-સંસ્કૃત હોઈ, તેની ફાવટ ન હોય તો તેવા અભ્યાસુઓ માટે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ રચિત પુણ્ય પ્રકાશ સ્તવન ઉપયોગી છે. આ સામગ્રી વિકાસ સૂત્રોની છે. આ સૂત્રોના પાઠથી દુર્ગુણો ઘટે અને આત્માના ગુણો પ્રગટે; દુઃખ દૂર થાય અને સુખ સંમુખ આવે પાપ પાતળું પડે અને પુણ્ય પ્રકાશિત થાય. સરવાળે આત્માનો વિકાસ થાય. આ માટે રોજ રોજ એકાદ વાર તો ઉપર જણાવ્યા તે વિકાસ સૂત્રોમાંથી કોઈ પણ એકનો પાઠ કરવો જ જોઈએ. આત્માના ઊર્ધીકરણ માટે આ પાપોને નિંદવાની, જગતનાં તમામ ઉત્તમ કાર્યની પ્રશંસા કરવાની અને વિશ્વના ઉત્તમ સાર સ્વરૂપ તત્ત્વોના શરણે જવાની પ્રક્રિયા શ્રેષ્ઠ ઉપકારક ઉપાય છે. તેના નિત્ય પાઠથી હળવાશનો અનુભવ થશે. ઉજાસ જણાશે. હવેથી જે માફક આવે તે વિકાસ સૂત્રનો પાઠ કરીએ. v
૪૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org