________________
છે, હિંસાના બનાવો ઠેર-ઠેર વધી રહ્યા છે તેની ફરિયાદ પણ કરવી છે! અરે ભાઈ! ચિત્તવૃત્તિને ઉપર-ઉપર રમાડવાની નથી. તેને તો ઊંડાણમાં લઈ જવાની છે. તેની ક્ષમતા અને શક્યતાઓનો અંદાજ લગાવવો આસાન નથી.
શિક્ષણની આડ લઈને જે જાતીય શિક્ષણના પાઠ ભણાવાય છે એ તો ભારે લપસણી અને ઢાળવાળી સડક બાંધી છે. અહીં પેડલ મારવાના ન હોય પણ બ્રેક પર કાબૂ રાખવાનો હોય. મન કાબરચીતરું અને ઓઘરાળું થાય એવી-એવી સામગ્રી શા ધ્યેયથી પીરસવામાં આવે છે? ખરેખર તો કુમળા માનસમાં એવા બીજોનું આરોપણ કરવું જોઈએ કે તેનું મન સંસારના ચંચળ સુખોને ઉત્તરોત્તર ગૌણ સમજે. આ સુખ મેળવવા એ જ જીવનનું પ્રયોજન છે એવું માને નહીં, ઉલટાનું એથી ઊંચે ઉપાધિ-મુક્ત સુખ હોય છે અને તેની સુખાનુભૂતિની ક્ષણો ઘણું ટકે તેવી લાંબી હોય છે તે સમજે. ભૌતિક સુખ-સગવડના સાધનોની લંબાતી જતી યાદી સરવાળે તો ક્ષણજીવી નિવડે છે. જેમકે, કોઈએ એક મોટરગાડી ખરીદી. એમાં સફર પણ કરી. માલિકીનો અહં સંતોષાયો પણ ખરો. થોડા દિવસ પછી જાણ થઈ કે તેના ભાઈએ એથી પણ સુંદર અને મોંઘી ગાડી ખરીદી! આનંદ અને સુખનો અનુભવ ક્ષણવારમાં વરાળ થઈને ઊડી ગયો! સુખનું સાધન તો રહ્યું પણ સુખનો અનુભવ તો થયો ન થયો ત્યાં વિલય પામ્યો, દુઃખમાં ફેરવાયો!
ભૌતિક સુખની આ તાસીર છે. તે બરાબર સમજવી જરૂરી છે. દેહથી પર, ઇન્દ્રિયોથી પર, મનથી પણ પર જઈને, દેખીતા સાધનો વિના પણ દેહજનિત સુખથી નિરાળું સુખ મળે છે. આ આપણા ભારત દેશની સાચી ઓળખ છે. એના પ્રત્યક્ષ ઉદાહરણો મળે છે.
ક્યારેક તો કોઈકે તો કહેવું પડશે કે મનને બહેકાવી ઉત્તેજિત કરીને શું મળે છે? મીડિયાના માંધાતાઓ જ એ માટે જવાબદાર છે. આ મનુષ્યભવ મળ્યો છે તે પાછા આદિમ યુગમાં જવા માટે નહીં પરંતુ ઉપર ચડવા માટે, ઉત્ક્રાંતિ તરફ જવા માટે મળ્યો છે. ઉત્ક્રાંતિનો અર્થ જ ઊંચે હજી વધુ ઊંચે જીવનના શિખરો તરફ મન લઈ જવા માટે જ આપણે જન્મ્યા છીએ. .
પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org