________________
છે તેને આવી રીતે ઉઘાડીને શું હાંસલ કરવું છે ?
તમને ખબર હશે. એક પ્રસંગે રાજા અને રાણી અને તેઓનો વરસની આસપાસની વયનો બાળક -આ ત્રણેને રાજપાટ-ગામ-નગર છોડીને જવાનો વારો આવ્યો ત્યારે એ વિકટ વાટમાં વિસામો લેવા ક્યાંક ઝાડને છાંયડે બેઠાં હતાં. ત્યાં એ નાનાં ભૂલકાંની હાજરીમાં યુવાન રાજા રાણીની સામે ટગર-ટગર જોવા લાગ્યા. તે પછી સહજ આવેગને વશ થઈ નાનું અડપલું કરી બેઠાં. રાણી ચોંક્યા. છાતીએ વળગેલા બાળક તરફ હાથ કરી કહે કે આનો તો વિચાર કરવો હતો ! આની હાજરીમાં તમે આવું કર્યું ! દિલ વલોવાઈ ગયું. મન કડવું થઈ ગયું. ક્ષણભરમાં તો જીભ કચરી પ્રાણ છોડ્યાં ! સંસ્કૃતિના આ પાનાં છે. તમારે એ જ ચોપડીના પાનાંમાં જુદું જ ચીતરવું છે કે શું ? તમારો ઈરાદો તો જાહેર કરો ! ઉત્તમ રત્નો પકવવા હશે તો માટી-ખાતરપાણી બધું જ જુદું જ લાવવું પડશે. જુદું એટલે કશું નવું નહીં. આપણી મૌલિક પરંપરા પાસે બધું જ છે. એ ક્યારે પણ જૂનું નથી થતું. આજની પ્રજા માટે તો મીડિયા એક નિસરણી છે. ઊંચા મહાલય ચણવા માટેની આ નિસરણી જે ઊંચે-ઊંચે લઈ જાય, તમે તેને બદલે એને કૂવાના ચણતર માટેના ઉપયોગમાં કેમ લેવા લાગ્યાં ? એ તો નીચે પાતાળ સુધી લઈ જશે !
આપણી પ્રજા ખમીરવાળી અને ખમતીધર છે. એની નસલ ઉમદા અને ખાનદાન છે. તમે તો તેને નિર્માલ્ય અને નિર્વીર્ય બનાવવાનું લક્ષ્ય તાકીને સજ્જ થયા હો તેવું લાગે છે. ક્રમશઃ તેને નિષ્પ્રાણ ને નિર્જીવ પ્રેતની ફોજ બનાવી દેવા માંગો છો એવું સ્પષ્ટ દેખાય છે. ભાઈઓ ! કાંઈક વિચારો. આવતી કાલ તમને શાબાશી દે એવું કરો. માફ ન કરે તેવું કરશો નહીં.
બાળકનું ચારિત્ર ઘડનાર સ્ત્રી છે. નારી તો સમગ્ર પરિવારનું પાવર-હાઉસ છે. એના હૃદયના શુભભાવો જ કુટુંબના તમામ સભ્યોનું સિંચન કરે છે. સંતાનોમાં દોષ-દુર્ગુણ-દુષણ ન પ્રવેશે તેની એને સતત કાળજી હોય છે. આવી માતા-મોટી બહેન કે દીકરીના અંગ-ઉપાંગ જોવાની ઇચ્છા જ કેમ થાય ? નારીના દેહને ખૂલ્લો કરી-કરીને છાપાં-ટી. વી.ના માધ્યમ દ્વારા બતાવવા છે અને સાથે-સાથે બળાત્કારની સંખ્યા વધી રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૫૮