________________
- ૫૬
મનુષ્ય જન્મ ઉત્ક્રાંતિ માટે છે
વ્યથા ઠાલવવા જ આ લખું છું. આજે એમ થયું કે મારા મનની વ્યથા તમને વહેંચું. વાત તો તમે બધા જાણો છો તે જ છે.
આજના આ સમયમાં ચોતરફ ફેલાયેલા આ મીડિયા -વર્તમાન પત્રો, ટી. વી.નું ધ્યેય અને પ્રયોજન તો પ્રજાની ચેતનાના ઉત્થાન માટેનું હોવું જોઈએ એમ માનવું ગમે છે પણ.. પરિસ્થિતિ વિપરીત જણાય છે. જો એવું ઉદ્દાત ધ્યેય હોય તો આવા જબરજસ્ત માધ્યમ દ્વારા પ્રજાની નોંધપાત્ર સેવા થઈ શકી હોત. હવે તો મીડિયા જ શિક્ષણનો સબળ સ્રોત બન્યો છે. એ ઉત્થાનનું કારણ બની શકે છે. વાસ્તવમાં એ પતનનું કારણ બન્યું છે.
બાળકને એના માતા-પિતા અને કુટુંબ પરિવાર દ્વારા સંસ્કાર ઘડતરનું વાતાવરણ મળતું હતું એનાથી એના જીવનનું ઘડતર શરુ થતું હતું. બાળપણમાં એ વાવેતર થતું હતું તે લગભગ જિંદગીના છેડા સુધી પોષણ આપ્યા કરતું હતું. એ સ્રોત હવે જાણે ભૂતકાળની ઘટના બની ગઈ છે! બાળપણની એ અવસ્થા શાહીચૂસ (બ્લોટીંગ પેપર) જેવી હોય છે. એ વયે એને જે મળે, જ્યાંથી મળે તે ગ્રહણ કરી લે છે. સંસ્કૃતમાં એ અંગે કહેવત છે: વનવે મનને નગ્ન સંસ્કારો નાથા ભવેતા “નવા વાસણમાં લાગ્યા રંગ-ગંધ સદા
રહ્યા”
ચિત્તમાં કોઈ પણ દશ્યની છબિ ખેંચાઈ, તે નીકળે તો નીકળે પણ જો રહી જાય તો તે સદાકાળ રહી જાય. આવા કુમળા માનસમાં ટી. વી.ના દશ્યો અને છાપાંના શબ્દો વવાઈ જાય તેથી તેનું માનસ કેવું ઘડાય? ટી. વી.ની સિરિયલો કે એની સંગીત ચેનલોના રીમિક્ષ ગીતોનાં દશ્યો કેવા ઇરાદાથી દેખાડાતા હશે? અને છાપાં તો કામુકતાને ઉત્તેજે, હિંસક ભાવોને બહેકાવે તેવું જ એના એક-એક પાને છાપે છે. એમાં છપાતાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org