________________
આગમ – “પંચાંગીને પ્રણામ
પ૦
આજથી અઢી હજાર વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સમવસરણમાં બેસીને જે ઉપદેશવચનો કહેતા હતા તે વચનોને શ્રી ગૌતમસ્વામી અને અન્ય શિષ્યોએ સારી રીતે ગ્રહણ કરી તે જ દિવસે સુપેરે પોતાની બુદ્ધિના બળે ગૂંથી લઈને અન્ય સ્થવિર મુનિઓને આપતા હતા. મહાવીર પ્રભુવિવિધ જીવોની યોગ્યતા અનુસાર સહજ રીતે કે પછી પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે --એમ બે રીતે દેશના ફરમાવતા હતા. ભગવાનની આ કલ્યાણકારી સમ્યફવાણીથી અસંખ્ય જીવોનું અજ્ઞાન ટળ્યું છે.
જગતના તમામ દુઃખોનું, તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહ્યું છે. કોઈ વસ્તુ વિશેની કેવળ માહિતી કે જાણકારી એ કાંઈ જ્ઞાન નથી. ઘર્મના ક્ષેત્રમાં કેવળ માહિતીનું કોઈ મૂલ્ય નથી, કે જીવનવિકાસમાં કોઈ મહત્ત્વ નથી. એથી જ સમજદાર માણસોએ પોતાનાં સમય અને શક્તિ કેવળ માહિતીજ્ઞાન માટે વાપરવા જેવા નથી.
સાચું જ્ઞાન તે છે જેમાં આત્મહિત અને આત્મકલ્યાણ સમાયેલું હોય. સાચું જ્ઞાન તે છે જે મનોજગતને અને ભાવજગતના શુભ પંથે લઈ જનારું હોય. કહેવાયું છે કે –
शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासना सरित्।
પૌરુષે પ્રયત્નેન યોગનીયા જીજે fથ I (યોગવાસિષ્ઠ) જેમ વેપારી એના ચોપડામાં રોજરોજના હિસાબ રાખે છે તેમ માણસે રોજરોજ વિતાવેલી ક્ષણોનો હિસાબ રાખવાનો છે. દિવસને અંતે, વિતાવેલી ક્ષણો પ્રત્યે પુનરાવલોકન કરીશું તો ખ્યાલ આવશે કે દિવસનો કેટલો બધો સમય નકામાં અને ફાલતું કામોમાં આપણે બરબાદ કરી નાખીએ છીએ!
ભૂતકાળમાં નજર નાખો - સમવસરણમાં વહેતી ભગવાનની વાણીને ગણધરોએ સૂત્રબદ્ધ કરી. આ સૂત્રપાઠોને કંઠસ્થ કરવાની આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org