________________
- ૫૨
આ આગમોમાં અત્યંત સઘન અને સંક્ષિપ્ત રીતે ગૂંથાયેલાં જિનવચનોનો અર્થબોધ થવો સરળ ન હતો. સૂત્રોના પદો, એની પરિભાષા, એનો અન્વય ઝીણવટથી પામી શકાય તે માટે એ સૂત્રો ઉપર નિર્યુક્તિઓ રચાઈ. આ નિર્યુક્તિઓ પદ્યબદ્ધ રચનાઓ હતી. શ્રી ભદ્રબાહુસ્વામીએ આવી અનેક નિર્યુક્તિઓની રચના કરીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. “ઓઘનિર્યુક્તિ', પિડનિર્યુક્તિ એ આખેઆખી આવી નિર્યુક્તિ રચનાઓ છે.
આવી રચનાઓમાં શબ્દના વર્ગોને છૂટા પાડીને શબ્દાર્થ અને વ્યુત્પત્તિ દ્વારા શબ્દનો અર્થબોધ કરાવાતો. જેમકે વારિત્ર શબ્દ લઈએઃ વય એટલે સંચય. વિત્ત એટલે ખાલી. જે જે યોગ દ્વારા નિર્જરા થાય છે તે સંબંધી યોગ તે ચારિત્ર. સાધુભગવંતો માટે “સર્વચારિત્ર' અને ગૃહસ્થો માટે દેશચારિત્ર'.
મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નેના સહયોગથી ‘ભાષ્ય લખાયાં. દા.ત. “વિશેષાવશ્યક ભાષ્ય.’ આ “ભાષ્ય' રચનાઓ સુધી પઘવ્યવસ્થા જળવાઈ. પછી સમય જતાં નિર્યુક્તિ’ અને ‘ભાષ્ય બને પદ્ય હોવાથી એકમેક થઈ ગયાં. ‘ભાષ્યની પણ શબ્દના અર્થોઘાટનમાં વિશિષ્ટ કામગીરી રહેતી. જેમ કે ચાડીચૂગલીના અર્થમાં વપરાતો “પૈશુન્ય' શબ્દ આ રીતે વ્યુત્પન્ન થતો દર્શાવાયઃ પેમથુન ! વેણુને એટલે પ્રેમશૂન્યતા. અને આવી પ્રેમશૂન્યતાને લઈને ચાડી ચૂગલી થાય.
સૂત્ર - નિયુક્તિ - ભાષ્ય પછી “ચૂર્ણિઓ લખાઈ. “ચૂર્ણિમાં મૂળ ગ્રંથનું સમગ્રતયા વિવરણ નથી હોતું; પણ શિષ્યને મૂળગ્રંથનો સ્વાધ્યાય કરતાં જે જે ન સમજાયું હોય તેની સમજ આપવા માટે ગુરુએ જે કહ્યું હોય, લખ્યું હોય તે “શૂર્ણિ” કહેવાઈ. આમ “ચૂર્ણિમાં સમજાઈ ગયેલા પદાર્થોને બાકાત રાખીને મૂળગ્રંથની આંશિક કે ખપ પૂરતી જ સમજ હોય. દશવૈકાલિક સૂત્ર' પર સ્થવિર અગત્યસિંહની ચૂર્ણિ કે “નંદીસૂત્ર' પર જિનદાસગણિ ગ્રંથોના અવતરણો - સુભાષિતોને પણ છૂટથી ઉપયોગમાં લે અને એ રીતે ધર્મગ્રંથોનાં રહસ્યો -મર્મોને ઉઘાટિત કરી સમજાવે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ, શ્રી શીલંકાચાર્યજી, શ્રી અભયદેવસૂરિ મહારાજ, શ્રી મલયગિરિ મહારાજ જાણીતા વૃત્તિકારો છે. આ સૂત્ર - નિર્યુક્તિ - ભાષ્ય - ચૂર્ણિ - વૃત્તિ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org