________________
ન
વિશ્વનો સામાન્ય નિયમ એવો છે કે જેને ભરો તો તે સભર લાગે. ફૂલની છાબડી પણ ખાલી હોય તો ન શોભે તેને ભરો તો તે શોભતી જણાય.
પણ. મન... મન એ એક એવી ચીજ છે જેને તમે વિચારશૂન્ય કરો તો તેમાંથી સહજ પ્રસન્નતાના વર્તુળો પ્રસરે. આપણે સારા વિચારો વગેરેથી મનને ભરીએ છીએ અને એમ માનીએ છીએ પ્રસન્નતા આવે છે. આવે. પણ સારા વિચારના માધ્યમથી જે બીજા વિચાર પણ સાથે સાથે આવે છે, આવી જાય છે તે અંદર જઇને ભારે તરખાટ મચાવે છે.
અરે ! મેળવેલી પ્રસન્નતાની વરાળ થઇ જાય છે, અને વરાળ તો ઉડવા માટે જ ઉપજી હોય છે. તેથી મનને વિચારરહિત રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ, તો જ મનમાં સતત પ્રસન્નતા અનુભવાય ! ધ્યાનની એક વ્યાખ્યા એ આવે છે... ધ્યાન નિર્વિષય મનઃ। વિચારરહિત મન તે ધ્યાન છે. ધ્યાન તો સુખાસિકા છે. આવા ધ્યાનથી મન સહજ રીતે હળવું, કોમળ અને નિર્મળ બને છે. સજાગતા તેનું મુખ્ય સાધન છે. જ્યારે લાંબા સમય સુધી મન ખાલી રહે છે, વિચારશૂન્ય રહે છે, તે પછી દેહભાન, દેહભાર અને દેહભાવ છૂટી જાય છે. આ એવી ઉત્તમ રમત છે કે આમા કશું ન વિચારવું’ એ એક જ કરવાનું હોય છે. વિચારાયું નહીં તો બોલાયું નહીં, બોલાયું નહીં તો કરાયું નહીં ! ત્રણે યોગ વિરામ પામ્યા ! મન વિચારવાના સંકલેશથી મુક્ત રહ્યું તેટલું તે સશક્ત બન્યું ! ‘સબળ મન એ સ્વયં શક્તિ છે. ’તે વશ થયું, એક પણ વિચારને પ્રવેશ નથી આપવો, એ સંકલ્પ થયો તેમાં સફળતા મળી તો, પેલી પંક્તિ યાદ આવે છેઃ નાત્ નીતં વ્હેન !મનો ચેન ! હા. વ્યક્તિએ વ્યક્તિએ તેની શક્યતામાં સુકરતા - દુષ્કરતા હોઇ શકે.
પણ એથી મનને સતત પ્રસન્ન રાખવાની ઇચ્છા પાર પડશે એ જ આ માનવભવની ઉપલબ્ધિ છે. તેને માટે તો ભલભલાં સાધક દિવસ - રાત એક કરીને મચ્યાં રહે છે. આપણે પણ એ વર્ગમાં નામ નોંધાવીએ અને મજબૂત સંકલ્પ કરીને મનને વધુને વધુ ખાલી રાખવા માટે ફાળવીએ અને નિત્ય પ્રસન્નતાને પામીએ.........
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org