________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Objective
૧૩૭
Objective
સિવું' વગેરે શબ્દોવાળાં કાવ્ય સુદર્શન | કારે વાંચ્યાં છે એમ તેઓ જ કહે છે અને તેથી આવા શબ્દોથી ભરપૂર કાવ્યો કાવ્યરૂપે ચાલી શકે એમાં સુદર્શનકારને પિતાને તે ઘણો જ સંશય છે. એ પરિણામ માત્ર સવવૃત્તિજન્ય (Subjective) છેઃ પરસ્વરૂપજન્ય
(0.) નથી. (૨) ૨, ૨૮૯ Subjective એક “પર” નહિં પણ અનેક “પરને–મનુષ્યજાતિનેગ્રહણ કરે છે એ જોતાં “પર” કરતાં “સર્વ વધારે યોગ્ય છે.” પરંતુ “પરને અર્થ એક જ “પર” એમ માની લેવાનું કહ્યું કારણ નથી. “પર”માં આત્મભિન્ન સર્વ બાહ્ય જગતને-સજીવ નિર્જીવ સર્વ જગતનોઅને અર્થાત મનુષ્યનો પણ હેને અંગે- સમાવેશ થઈ જાય છે. “સર્વ' શબ્દમાં તે “આભને પણ સંગ્રહ થઈ જવાનો ભય છે. પ્રસંગવશાત્ એક વાત નેવું છું કે-વર્ણનાત્મક કવિતાના અર્થમાં પણ objective poetry કહેવાય છે, તે અર્થમાં સર્વાનુભવરસિક કવિતા” એમ નામ નહિં કહેવાય; વર્ણનપર કાવ્યમાં રસનું તત્ત્વ હેવું ઉત્કટરૂપે અને, અન્યત્ર હોય છે તે સ્વરૂપે નથી હોતું એટલે “સર્વાનુભવરસિક નામ બહુ બંધ બેસશે નહિં. પછી તાણીતૂસીને ઠેકાણું પાડિયે તો પડાય પણ હેમાં વિચારની સરળતા નહિં આવે. વળી, તત્ત્વશાસ્ત્રમાં
સ્વવિષયક” અને “પરવિષયક” (એ કરતાં તે કાંઇક વધારે સુઘટિત શબ્દ રા. વિજયલાલ કનહૈયાલાલે
જ્યા છે, –માનસિક(=subjective) અને વિષયાભક (objective))એમ શબ્દ રા. રમણભાઈ ઈષ્ટ ગણે છે–તો “વિષય” અને “લક્ષ્ય” એ બંને એક જ અર્થ નિર્દેશ કરે છે, તેથી “આત્મલક્ષી” અને “પરલક્ષી” એ શબ્દની યોજના સહજ ફલિત થાય છે. “સ્વ” કરતાં “આત્મ” વધારે ઉચિત છે,-subjectego અહમ્, આમા એમ હોવાથી. subjective અને objective એ નામ મૂળ તત્વચિન્તનના અંગનાં હોઈ, કવિતાને સંબધે લગાડતાં પણ તત્ત્વદર્શનપર ચિન્તનનો સંબન્ધ રાખનારા વિવેચનને અંગે જ એ વપરાય છે તેથી તત્ત્વચિન્તનમાં વપરાય તેમ જ રસપ્રમાણ ચિન્તનમાં વપરાય હેવા એક પ્રકારના જ શબ્દ યોજવા સુઘટિત બને છે. આ સર્વ કારણોને લીધે “આત્મલક્ષી અને પરલક્ષી” એ નામને સ્વીકાર મહે કર્યો છે.
અને Objective એ શબ્દના અર્થ દર્શાવવા રા. નરસિંહરાવે “આત્મલક્ષી અને પરલક્ષી” એ પદ ચિજ્યાં છે. પરંતુ રા. નવલરામે
જેવાં “સ્વાનુભવરસિક” અને “સર્વાનુભવરસિક” એ પદ કવિતાના વિષયમાં વધારે ઉચિત અને અર્થવાચક જણાય છે. “અનુભવ” અને રસ” એ બે વસ્તુ કવિતાના સંબંધમાં ખાસ ઉદ્દિષ્ટ છે અને આ બે જાતની કવિતાનો ભેદ “અનુભવ'ના પાત્રમાં જ છે, તેથી કવિતાના વિષયમાં તો રા. નવલરામે યોજેલાં પદ ઈગ્રેજી શબ્દ કરતાં પણ વધારે પસંદ કરવા લાયક છે. “આમ” અને “પર”ને લક્ષ્ય કરવામાં જ આ બે જાતની કવિતાને મૂળ ભેદ પૂરો થતે નથી. આત્મ અને પરના અનુભવને રસિકતામાં સમાવેશ કરવામાં ભેદ રહે છે. વળી, Objective કવિતા એક “પર” નહિં પણ અનેક “પરીને-મનુષ્યજાતિને-ગ્રહણ કરે છે એ જોતાં “પર” કરતાં સર્વ વધારે યોગ્ય છે. રા. નવલરામનાં પદ કવિતાના વિષયમાં જ વાપરી શકાય તેમ છે એ ખરું છે. પરંતુ બધા વિષયમાં વાપરી શકાય એવા અપૂર્ણ વાચકતાવાળા શબ્દોનો ઉપયોગ કરવા કરતાં દરેક વિષયમાં તેનો ખાસ વચ્ચે અથ પરિપૂર્ણ રીતે દર્શાવાય એવા જુદા શબ્દોનો ઉપયોગ કરવો એ બહેતર છે. “આત્મલક્ષી” અને “પરલક્ષી’ એ પદ પણ તત્વચિંતનના બધા વિષયમાં ચાલી શકે તેમ નથી. Emotion ( અંતઃાભ ) અથવા perception (ઉપલબ્ધિ)ને આત્મલક્ષી વ્યાપાર કહી શકાશે નહિં, તેમને “આત્મનિર્ણવ્યાપાર કહેવા પક્ષે. ઉપલબ્ધ થતા વિષય (Object)ને પરલક્ષી વસ્તુ નહિં પણ “બાહ્યનિષ્ઠ વસ્તુ કહેવી પડશે.
૬. વિષયાત્મક [ વિ. ધુ. ] વ. ૫, ૨૫૭: ઈશ્વરજ્ઞાનનાં સાધને ઘણે અંશે માનસિક (Subjective) હતાં, જ્યારે વિજ્ઞાનનાં સાધનો વિષયાત્મક (0) હતાં.
૭. વસ્તુતંત્ર, વૈષયિક [ હી. વ. સ. મી. ૧૭૧ ]
૮. વસ્તુગત [ દ. બા. ] ૯. પંડતર [ બ. ક. ].
-ન, ભા. મ. મુ. ૨૦૪-૭.
૧૮
For Private and Personal Use Only