Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
I
કે વૃદ્ધ હોય અશકત હોય કે બિમાર હેય તેમની હરેક પ્રકારની સેવાભક્તિમાં તે ગૌરવ અનુભવતા
તેઓશ્રીને સુજશવિજયજી તથા અચકવિજયજી નામે બે શિષ્ય થયા જેઓનું સારી વતન સાલડી જ હતું,
થતા ચકાસી પૂ. આચાર્યદેવશ્રીએ સં. ૨૦૦૮ ના માગશર સુદિ ત્રીજના દિવસે આ મહામાને પાટણ શહેરમાં સવ સમક્ષ ગણિપદવી અર્પણ કરી, સં. ૨૦૧૦ ના ભાગશર શુક્લા પચમીના દિવસે પન્યાસપદે આરૂઢ કર્યા, - સદા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન એવા આ મહાત્માને પૂર્વના અશુભ કર્મોદયે બીહામણું બિમારી આવી પડી. શરીર બિમાર પડયું પણ તેઓશ્રીને સમતાભાવ તે નિશ્ચલ જ રહ્યો. હઠીલા રાગ ઘણી વખત આરાધનામાં અતરાયભૂત થતું. સં. ૨૦૨ માં મુંબઈમાં નિષ્ણાત ફેકટરની સારવાર લેવામાં આવી પણ હઠીલું જ હઠયું નહી. તેઓશ્રીએ તે દિવ્યરેગને દૂર કરવા તરફ દષ્ટિ ન રાખતાં અનાદિના ભાવોને ભગાડવા તરફ જ દયાન આપ્યું
સ્વગુરુબધુ શાન્તસૂતિ પૂ. આચાર્યદેવશ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ સાહેબના હના કારણે અને પિતાની તબિયતના કારણે તેમણે આચાર્યદેવશ્રી સાથે જ રહેવા નિર્ણય કર્યો. આચાર્યશ્રી પણ તેમની પૂરતી કાળજી રાખતા.
સં. ૨૦૨૨ નું ચાતુર્માસ માટુંગામાં થયુંભાદ્રપદના કૃણપક્ષમાં હૃદયરોગનો હુમલો થયે, સાથે બીજી પણ બિમારીઓ આવી પડી, કરવામાં આવેલ અનેક ઉપચાર નિરર્થક બન્યા.
પૂ. આ દેવશ્રી તથા સ્વશિષ્ય મુનિશ્રી સચવિજયજીએ તથા અન્ય મુનિગણે પણ નિજામણુ કરાવવાપૂવક ખુબ સુંદર સેવા કરી, ત્યાંના સંઘે તેમ જ અન્ય શ્રાવકેએ પણ રાતદિવસ નવકાર મંત્રના જાપપૂર્વક ખૂબ ભક્તિ કરી પણ રેગે મચક ન આપી.
દેહ રોગથી ઘેરાઈ ગયા હતા પણ આત્મા અત્યંત સ્વસ્થ હતા. દિવ્યગના ઇસમીએાએ પિતાની અશક્તિ જાહેર કરી. વેદનાને સમભાવે સહન કરતાં આ સુદિ સાતમના પ્રથમ પ્રહર નવ વાગે પૂજ્ય ગુરવે નશ્વર દેહને સંગ છઠ, પૂજ્યશ્રીને આત્મા સ્વગામી બન્યા
મહાત્મા ચાલ્યા ગયા પણ જીવનના ચારિત્રધર્મની સુવાસ પ્રસરાવતા ગયા, દેહ ચાલ્યા ગયે, આત્મા અમર રહો.
જે મહાપુરુષે શાતી અષ્ટાહિકાના મંગળ પ્રારંભના પ્રથમ દિવસે બાળવરૂપને ધારણ કર્યું તે મહાપુરુષે તેના જ પ્રથમ દિવસે ૬ વર્ષની વયે જીવન સંકેલી ચિરવિદાય લીધી. વિધિના સંકેત પણ કેવા અગમ્ય હોય છે ?
માનવમનને રડતાં મુકી પૂજયશ્રી સ્વપશે સંચર્યા.. ધન્ય હે આત્મકલ્યાણકામી એ મહત્માને! ' નમરકાર હે સમતાભાવે વેદના સહતા એ ભદ્રાત્માને! વન હે વિશ્વવંદનીય પ્રભુપંથગામી એ મહાત્માને!
લિ. મુનિ સુચકવિજય