Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 9
________________ તારો સ્પર્શ... લાગે કે તું જ તું જ છે હવે. અગણિત જન્મોથી મને પજવનાર ‘હું’ના તો ફુરચા જ ઊડી ગયા. પ્રભુ ! એમ કહું કે મેં તને મારું મન સમર્પિત નથી કર્યું કદાચ; પણ તું એવી રીતે મારા મનમાં આવીને વસી ગયો છે કે હવે એ મન તારું જ છે. અને એટલે જ તો વિચારોમાં આટલી પવિત્રતા છે ને ! મારા નાથ ! કેવી તારી આ કરુણા ? તને લાગ્યું કે ચાલો, એ સમર્પણ નથી કરી શકતો એના મનને, તો શું થઈ ગયું ? છે તો એ મારું બાળક જ ને ! અને તું મારા મનમાં છવાઈ ગયો. મારે કરવાનું કામ તેં કર્યું ! આમ પણ, હું તો અસહાય જ છું ને ! હું શું કરી શકું ? અને પ્રભુ ! હું અસહાય રહ્યું એમાં જ મને ફાયદો છે ને ? મારા તરફથી હું કરી કરીને કેટલું કરીશ ? અને તું કરશે ત્યારે કંઈ બાકી જ નહિ રહે. મઝાનું સુભાષિત છે : 'પડ્યું હ્રદ્યતે નિરિક્’..... પ્રભુની કૃપા પાંગળાને પણગિરિ કુદાવી આપે છે. હું એમાં ડ્વ ઉમેરું છું : પશુમેવ જાયતે શિરિમ્'.... પાંગળાને જ પ્રભુની કૃપા પર્વત ચઢાવી આપે છે... તમારે તમારા પગ પર ચઢવું હોય તો પ્રભુકૃપા ક્યાંથી આવે ? ૧૬ મોક્ષ તમારી હથેળીમાં ભગવદ્ગીતાની બે પંક્તિઓ છે : ‘દ્વરેતાત્મનાત્માનમ્...' અને ‘તેષામહં સમુદ્ધર્તા...’બેઉ વિધાનો આમને-સામને થયાં. એક બાજુ કહેવાયું કે ભક્તે ચાલવાનું છે. બીજી બાજુ કહેવાયું : ભક્તોનો ઉદ્ધાર કરનાર હું છું. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ અહીં સરસ સમન્વય કરી આપ્યો છે : ભક્ત એક ડગ જ ભરવાનું છે... અથવા તો કહો કે ચાલવાનો વિચાર કરવાનો છે... ‘એ’ તેને એની બાંહોમાં સમાવી લે છે. પ્રભુ ! કેવી તારી કૃપા ! તેં મારું બધું જ કાર્ય કરી લીધું. મારે શું કરવાનું ? બસ, હું તો તને જોયા કરીશ... અને એટલે જ તો તે આચારાંગ સૂત્રમાં મને ‘તીિ' કહેલ છે ને ! તારા દ્વારા મળેલ એ વિશેષણને પહેલીવાર સાંભળ્યું ત્યારે કેવો ખુશ થયેલો હું ! થયેલું કે પ્રભુએ મારું અવતારકૃત્ય એક શબ્દમાં મને આપી દીધું : હું ‘એ’ના તરફ મીટ માંડીને બેસી જ રહું, બેસી જ રહું... પ્રભુ ! એ ક્ષણોનો આનંદ કેવો તો અપૂર્વ હોય છે ! તને જોઉં, તારા મુખ-કમલ પર રહેલ દિવ્ય આનંદને જોઉં, વીતરાગ દશાને જોઉં; બસ, પછી જોયા જ કરું, જોયા જ કરું. અને એક ક્ષણ આછીસી પ્રતીતિ થાય કે મારી ભીતર શું આવું નથી ? છે તો એવું જ બધું. પણ એનું પ્રકટીકરણ કઈ રીતે કરવું ? પ્રભુ ! લાગે કે તને જોયા કરવો એ જ મારી સાધના બની રહેશે... સાધનાની સપ્તપદી ૧૭

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93