Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 23
________________ પરિણમે; તેથી, બીજાને કદાચ લાભ થઈ શકે; સાધકને પોતાને તો નહિ જ. ધ્યાન મંજિલ છે, અધ્યયન માર્ગ છે; અને એટલે પહેલાં ધ્યાન શબ્દ મુકાયો છે. એ શબ્દ એમ સૂચવે છે કે લક્ષ્યાનુસંધાન ન હોય તો યાત્રા શરૂ થઈ જ ન શકે. મંજિલની સાપેક્ષ જ માર્ગ છે ને ! ક્યાંય જેને પહોંચવું જ ન હોય, માત્ર ટહેલવું જ હોય; એને માટે કોઈ ચોક્કસ માર્ગ છે જ નહિ. પ્રભુની સાધનામાં નિશ્ચય સાધનારૂપ મંજિલ સાથે વ્યવહાર સાધનારૂપ માર્ગને વણી લેવામાં આવેલ છે. આ માટેનું પ્રસિદ્ધ સૂત્ર યાદ આવે : મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે દુનિયાનો નકશો કાગળ પર છાપેલ હોય. કેટલા દરિયા એમાં છે ? પણ કોઈ એ નકશાને મુઠ્ઠીમાં દબાવી જોર લગાવે તોય ટીપું પાણી નહિ પડે. કાગળના દરિયામાંથી જળબિંદુ કેમ કરી ટપકે ? એમ કોરા શબ્દોના કે કોરા વિચારોના દરિયામાંથી અનુભૂતિનું જળ શી રીતે ટપકે ? સાધકને તે શબ્દો અને વિચારો કામના છે, જેમાંથી અનુભૂતિ નીપજે. સંત કબીરજી કહે છે : “શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લેય; જો શબ્દ સાહિબ મિલે..' - એક છે સાર શબ્દ. એક છે અસાર, નિરર્થક શબ્દ, સારા શબ્દની વ્યાખ્યા શી ? મઝાની વ્યાખ્યા આવી : ‘જો શબ્દ સાહિબ મિલે...' જે શબ્દ પરમાત્મા સુધી, પરમના (સ્વના) અનુભવ સુધી લઈ જાય તે જ સાર શબ્દ. નિશ્ચયદેષ્ટિ હૃદયે ધરી જી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પાર. ધ્યાનના લક્ષ્યાંક સાથે - નિશ્ચય સાધના સાથે સ્વાધ્યાયની વ્યવહાર સાધનાને અહીં કેવી સરસ રીતે જોડી દેવામાં આવી ! ધ્યાન એટલે સ્વમાં હોવું. being. આ સ્વસ્ચર્યની વાતને સાધનાનાં હાર્દ તરીકે સમજાવતાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે શ્રીપાળરાસમાં કહ્યું : આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે, આતમભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે... સાધનાની સપ્તપદી જે ૪૫ ‘જ્ઞાષ્ફયાસં યા...' ધ્યાન અને અધ્યયનથી યુક્ત આ મઝાની દશા. ૪૪ ૬ મોક્ષ તમારી હથેળીમાં

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93