Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 36
________________ ગુરુનો નિપુણ હાથ, કુશળ શિલ્પ તૈયાર. અનુમોદના શબ્દ બે શબ્દોના જોડાણથી બનેલો છે : અનુ અને મોદના. અનુ એટલે પછી. મોદના એટલે હર્ષ. કોઈના મઝાના કૃત્યને જોયા પછી હૃદયમાં હર્ષના ભાવોની ભરતી ઊભરાય તે અનુમોદના. કેવી રીતે સદ્ગુરુ કામ કરે છે આપણા પર, એની ઝલક અહીં મળે છે. ગુરુએ કહ્યું : બેટા ! હું તો અઢી મિનિટથી તારે દ્વારે આવ્યો છું. તને પશ્ચાત્તાપ થાય છે કે ગુરુદેવ ક્યારના મારે આંગણે આવ્યા, ને મને ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. હું તને પૂછું છું કે બેટા ! પ્રભુ તારે તારે ક્યારના આવી ઊભા છે અને તારી પ્રતીક્ષા કરી રહ્યા છે; તને ખબર છે ? હવે ચોંકવાનો વારો રૈદાસનો હતો. ‘પ્રભુ મારી પ્રતીક્ષા કરી રહ્યા છે !' એ જ ક્ષણે એ ગુરુની પાછળ પાછળ, પ્રભુને ભેટવા માટે ચાલી નીકળ્યા. અનુમોદના છે અસીમ ધર્મ. ધર્મને કરવાની એક સીમા હોય છે, ધર્મ કરાવવાની શક્તિની પણ એક સીમા હોય છે, અનુમોદના સીમાઓને પેલે પારની ઘટના છે. એક સાધક એક દિવસમાં તપ કેટલો કરી શકે ? ચઉવિહાર ઉપવાસ. સ્વાધ્યાય એક દિવસમાં એ કેટલો કરી શકે ? નવ કલાક, દશ કલાકે. એક જ્ઞાનીસાધક એક દિવસમાં પાંચ-સાત કલાક પચાસેક વિદ્યાર્થીઓને ભણાવી શકે. આ જ રીતે ચારિત્ર પાળવાની કે પળાવવાની વાત લો તો, એક દિવસમાં એક સાધક કેટલી સાધના કરી/કરાવી શકે ? ધર્મ કરવાની અને કરાવવાની વાતમાં એક સીમા આવી ગઇ. આની સામે અનુમોદનાને જુઓ તો...? એક સાધક મહાવિદેહક્ષેત્રમાં રહેલ સો ક્રોડ સાધુ ભગવંતો અને તેટલાં જ સાધ્વીજી ભગવતીઓની સંયમ-સાધનાની અનુમોદના કરી શકે. કેવો વિરાટ, અસીમ છે આ અનુમોદના ધર્મ ! ભીનાશ, જે પ્રભુનું મિલન કરાવી આપે. ભીનાશ, જે કર્મોને ખેરવી નાખે. ભીનું હૃદય, ભીની આંખો... ૭૦ % મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૬ ૭૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93