Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 44
________________ સમ્યક્ શુદ્ધાશયા અનુમોદના. અનુમોદના ધર્મ શુદ્ધ આશયથી ભરપૂર હોય જ. કારણ કે અનુમોદનાની ગંગોત્રી પોતે જ ગંગાસાગરના વિરાટ ફેલાવમાં ફેરવાઈ જતી હોય છે. તમારે માત્ર પ્રારંભ કરવાનો જ હોય છે. પછી હોય છે માત્ર બેકસીટ જર્ની. તમે અનાયાસ જ, આગળ વધ્યા કરો છો. આ વૃદ્ધિને માટે સરસ ઉપમા સૂઝે છે : ‘તેલ બિંદુ જિમ વિસ્તરે જી, જળમાંહિ ભલી રીતિ...' પાણીમાં તેલનું ટીપું પડ્યું... મઝાની એ પૃષ્ઠભૂ પર એ તેલબિંદુ વિસ્તરતું જ જાય, વિસ્તરતું જ જાય. અનુમોદના ધર્મની જળસપાટી. અનુમોદકનો નાનકડો શુભ ભાવ... હવે એ વિસ્તર્યા જ કરશે, વિસ્તર્યા જ કરશે... .. અનુમોદનાનો આ વેગ, સહજરૂપે જ કૃત્યના રૂપમાં ફેરવાય છે. જે આજ્ઞાધર્મની અનુમોદના થયેલી, એ જ આજ્ઞાધર્મ પાલનના રૂપમાં મળી જાય છે. અનુમોદના ધર્મનું આ કેવું વિરાટ દાન ! સમ્યક્ પ્રતિપત્તિરૂપા અનુમોદના... અનુમોદના ધર્મને અપાયેલ ત્રીજું વિશેષણ. માત્ર પાલના (પ્રતિપત્તિ) નહિ, સમ્યક્ પાલના. ૮૬ મોક્ષ તમારી હથેળીમાં આજ્ઞાપાલનમાં સમ્યક્ત્વ સચ્ચાઈ ક્યાંથી પ્રગટી ? અનુમોદનાની ક્ષણોમાં જે હર્ષાશ્રુની ધારા વહી; તે ધારામાં જ સાધકનું વહેવાનું થાય છે. આ વહેવાની ક્ષણો તે જ સાધનાના સમ્યક્ત્વની, સાધનાના ઊંડાણની ક્ષણો. પ્રભુએ સમવસરણમાં બેસી સાધના પ્રરૂપી. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીમાં એ સાધનાને આલેખી. ગુરુપરંપરા દ્વારા એ સાધના આપણી પાસે આવી. સાધના આપનાર સદ્ગુરુ. એ સાધનાને ઘૂંટાવનાર સદ્ગુરુ. આમાં આપણું કૃત્ય કેટલું થશે ? સાધનાનું એક પૃથક્કરણ યાદ આવે : ૯૯ ટકા પ્રભુની કૃપા / સદ્ગુરુની કૃપા. એક પ્રતિશત આપણો પ્રયત્ન. આ પૃષ્ઠભૂ પર સાધનાને ઘૂંટનાર સાધકની આંખો હર્ષાશ્રુથી છલક છલક છલકાતી હશે. અનુમોદનાની ગંગા ચિત્તના બેઉ કાંઠાને સ્પર્શીને ચાલતી હશે. ‘પ્રભુની કેવી અનરાધાર કૃપા ! સદ્ગુરુની કેવી અદ્ભુત કૃપા.’ સાધના આપે ‘એ’. સાધના ઘૂંટાવે ‘એ’. ભીનાશનો દરિયો ૮૭

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93