Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 42
________________ ન પૂછો વાત. તું કહેતો : મા ! મારે દીક્ષા લેવી છે. અને એકવાર તે સામાયિકની ધોતીને ચોળપટ્ટાની જેમ, ખેસને કપડાની જેમ ઓઢેલ. તરાણી-ડાભડિયો ઘરમાં હતો જ. અને તું મહારાજ સાહેબની જેમ રસોડા પાસે આવ્યો. અને ધર્મલાભ કહી ઊભો રહેલ. તે વખતે કોઈએ તારો ફોટો પાડી દીધેલ...” બોલતાં માની આંખમાં આંસુ આવ્યાં. યુવાને પૂછ્યું : “મા ! તો પછી મારી દીક્ષા કેમ ન થઈ ?” માની આંખો વહેવા લાગી. ‘બેટા ! તું તૈયાર જ હતો. મારો મોહ આડે આવી ગયો... મેં એ વખતે તને કોઈ ગુરુદેવ પાસે મોકલ્યો નહિ. બેટા ! ભૂલ મારી છે. નહિતર, તું જૈનશાસનના જ્યોતિર્ધરા શ્રમણ તરીકે આજે સોહતો હોત...' દીક્ષા થઈ ઠાઠમાઠથી. દીક્ષા પછીનું ગુરુમહારાજ સાથેનું બાળમુનિનું ચાતુર્માસ પાલીતાણામાં નિશ્ચિત થયું. મને થયું કે હું પણ ચાતુર્માસ પાલીતાણા કરું. જેથી મારા બાળમુનિને ચાર મહિના સુધી હું જોઈ શકું. ચોમાસું શરૂ થયું. માએ પણ ગુરુદેવ હતા એ જ ધર્મશાળામાં એક રૂમ લીધી. શત્રુંજય તીર્થમાં પ્રભુની ભક્તિ, ગુરુદેવોની સેવાનો લાભ મળે. સાધના આનંદપૂર્વક ચાલતી. પરંતુ, માએ જોયું કે જયારે પણ તે ગુરુદેવને ઉપાશ્રયમાં વન્દન કરવા જાય. બાળમુનિ ક્યારેક કોઈની સાથે વાતો કરતા હોય.. કાં તો બીજું કંઈક કરતા હોય... એણે પુસ્તક લઈને વાંચતાં કે ગોખતાં બાળમુનિરાજને જોયા નહિ. એને ચિંતા થઈ. મેં મારો દીકરો પ્રભુશાસનને સમર્પિત કર્યો છે; પ્રભુશાસનની સેવા માટે. એ બાળમુનિ અભ્યાસ ન કરે તો ચાલે કેમ ? એણે ત્યાં જ નિયમ લીધો : જ્યાં સુધી બાળમુનિ ત્રણ હજાર નવી ગાથા કંઠસ્થ ન કરે ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. બે-ત્રણ દિવસ પછી આઠમ કે ચૌદશની તિથિ હતી. બપોરે મુનિવરો એકાસણાં | આયંબિલ માટે બેઠેલ. બાળમુનિ વાપરી રહેલ. થોડીક ગોચરી ખૂટતી હતી. ગુરુદેવે બાળમુનિને કહ્યું : તમારી સંસારી માતુશ્રીની રૂમે જઈ આટલું વહોરી આવો ! માને મુખેથી આ વાત સાંભળતાં યુવાનની આંખો પણ ભીની બની... અને આ વાત વાંચતાં તમારી આંખો પણ ભીની બની હશે. માની કેવી પ્રબળ ઝંખના ! આવી જ એક માની વાત કરું. આઠ વર્ષનો એકનો એક દીકરો. ગુરુદેવના સંગમાં આવ્યો. જન્માન્તરીય વૈરાગ્યની ધારા પ્રગટ થઈ ઊઠી. માને કહ્યું : મા ! મારે દીક્ષા લેવી છે. માની આંખોમાં હર્ષાશ્રુ : મારો લાડલો પ્રભુશાસનને સમર્પિત થાય એથી વધુ મારું સદ્ભાગ્ય કયું હોઈ શકે ? બાળમુનિ વહોરવા ચાલ્યા. ૮૨ મોલ તમારી હથેળીમાં ભીનાશનો દરિયો ૮૩

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93