Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 85
________________ થાય છે. હકીકતમાં, ઘટનાઓ આપણને પીડિત કરી શકતી નથી. ઘટનાઓનો આપણા મનમાં થયેલો પ્રવેશ આપણને પીડિત તોય તમે હવાની દિશાનો તો ખ્યાલ જ ન રાખ્યો.' આખું મકાન નકામું થઈ ગયું ! સ્વિચ ઑફ ! સાધકના સ્વિચ બોર્ડ પર ઢાંકણ હોય છે અને તાળું એની પોતાની પાસે હોય છે. બાય ધ વે, તમે સાધક છો ને ? પદાર્થો, વ્યક્તિઓ કે ઘટનાઓના સંયોગથી ઊપજતો રતિભાવ કે અરતિભાવ તે સંયોગજન્યતા... ભીતરથી નીપજતો આનંદ તે અસાંયોગિકતા... અસાંયોગિક આનંદ તે જ પરમ આનંદ... આ આનંદ આપણો સ્વભાવ છે. અને એટલે જ પૂ. આનંદઘનજી મહારાજ કહે છે : ‘આનંદઘન ચેતનમય મૂરત, સેવકજન બલીજાહી...' નિર્મલ ચેતના આનંદઘન છે અને એને જોઈને ભક્તો એ આનંદઘનતા પર ઓવારી જાય છે. હા, તમે જ આનંદઘન છો ! એક વિદ્વાન સંતને એક ગામના લોકોએ પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. સંતે નિમંત્રણ સ્વીકાર્યું. ગામલોકોએ સ્વાગતયાત્રા કાઢી. ઘરે-ઘરેથી લોકો ફૂલનો હાર લઈ તેમના કંઠમાં આરોપે. ગામમાં એક માણસ સંતનો વિરોધી. તેણે આખી રાત માથે લઈ જુત્તાંનો હાર બનાવેલો. સંત એના ઘર પાસેથી પસાર થયા ત્યારે એણે સંતના ગળામાં જુત્તાંનો હાર પહેરાવ્યો. લોકો સ્તબ્ધ. ‘આપણા જ ગામના આ માણસે આવું કર્યું ?' મઝામાં હતા સંત. ખુશખુશાલ હતા તેઓ. સ્વાગતયાત્રા પૂરી થઈ. પ્રવચન શરૂ થયું સંતનું. પ્રવચનમાં એમણે કહ્યું : “આજે બહુ મઝા આવી. રોજ હું જ્યાં જાઉં ત્યાં માત્ર લોકો ફૂલના હાર જ પહેરાવે. મને નિરાશા થાય કે માળીઓના આ ગામમાં ફૂલની શી પ્રતિષ્ઠા ? પણ આજે એક ચમાર મળ્યો, તો થયું કે અહીં માળીઓની પણ ઈજજત થશે. ફૂલોની પણ...” ઘટના પ્રતિકૂળ હતી. પણ સંતનો જોવાનો દૃષ્ટિકોણ અલગ હતો ને ! તેથી ઘટનાનો અંતઃપ્રવેશ ન થયો. ‘આનંદઘન ચેતનમય મૂરત...!” આપણે આનંદઘન હોવા છતાં વિષાદાનપીડાઘન કેમ બનીએ છીએ ? ક્યારેક એવું લાગે કે અમુક પ્રતિકૂળ ઘટનાઓ આપણને પીડાઘન બનાવે છે. કંઈક ભૂલ ત્યાં થાય છે. સમાજે આપેલ માન્યતાને આપણે એમ ને એમ સ્વીકારી લઈએ છીએ. માટે આવી ભ્રમણા મનમાં રમણ મહર્ષિને એક ભક્ત પૂછેલું : આપના કંઠમાં જ્યારે ફૂલોના હાર લદાય ત્યારે આપનો પ્રતિભાવ શું ? ૧૯૮ ૪ મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન : ૧૬૯

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93