Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 86
________________ રમણ મહર્ષિએ કહ્યું : ભગવાનના રથને જોડાયેલ બળદોના ગળામાં ફૂલોના હાર લદાય ત્યારે બળદોને ભાર વધે, એથી વધુ શું થાય ? જયા મહેતાએ શ્રી સુરેશ દલાલને પૂછેલું : તમે જ્યાં પણ જાવ ત્યાં પ્રશંસકોથી તમે ઘેરાયેલા હો છો. તમારા ઑટોગ્રાફ માટે લોકો પડાપડી કરતા હોય છે. એ વખતે તમને શું થાય ? શ્રી સુરેશ દલાલે કહેલું : હું સંત નથી કે એવો દાવો કરું કે મને અહંકાર સ્પર્શતો નથી. પરંતુ આ બધાની બહુ અસર થતી નથી. નહાવા માટે બેઠેલ હોઇએ અને શરીર પરથી પાણી વહી રહ્યું હોય ત્યારે મન એની નોંધ પણ લેતું નથી હોતું. એવી જ આ રોજિંદી પ્રક્રિયા બની ગઈ છે. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. તેઓ નિજાનંદમાં ડૂબેલા હતા. વૈદ્યોએ દવા આપી : સવાર, સાંજ દૂધ સાથે લેવાની. સવારે પાત્ર પ્રતિલેખન કરી એક શિષ્ય દૂધ વહોરવા માટે જવા તૈયાર થયા. ગુરુદેવે એને નજીક બોલાવી ના પાડી : દૂધ લાવવાનું નથી. કારણ કે દવા લેવી નથી. ગુરુદેવની દૃષ્ટિ બિલકુલ સ્પષ્ટ હતી. રોગ વધ્યા કરવાનો છે. પોતાને અસમાધિ અશાતા જેવું લાગે તો પોતે જરૂર દવા લઈ લે. પણ એવું લાગતું નહોતું. તો શા માટે દવા લેવી ? રોગના પર્યાયોને પૂજયશ્રી જોતા હતા. તેઓ સ્વરૂપદશાના, સાક્ષીભાવના આનંદને માણી રહ્યા હતા. પૂ. આનંદઘનજી મહારાજના શબ્દોમાં તેઓ હતા ‘કાયાદિકનો સાખીધર...” દેહમાં કંઈક થઈ રહ્યું છે. તેઓ તો હતા માત્ર સાક્ષી. ‘સે સવસંgિ'. સિદ્ધાત્મા સ્વરૂપમાં સંસ્થિત છે. સ્વરૂપસંસ્થિતિ... કેવી તો એ દિવ્ય ઘટના ! ‘સે સવસંકિg..' સિદ્ધાત્મા છે સ્વરૂપસંસ્થિત... સ્વમાં ડૂબવાનો એક અલૌકિક આનંદ માણી રહ્યા છે તેઓ. શબ્દોને પેલે પારનો એ આનંદ. હા, તમે એની નાનકડી ઝલક મેળવી શકો. યાદ આવે યોગશાસ્ત્ર. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજ પોતાની અનુભૂતિને શબ્દોમાં ઢાળતાં કહે છે : પરમ આનંદ એવો અનુભવાઈ રહ્યો છે, જેમાં બધાં જ સુખો નગણ્ય ભાસે છે...' સાક્ષીભાવના શિખર પર આરૂઢ થયેલા કોઈ મહાપુરુષના કે કોઈ સાધકના જીવનનો દિવ્ય આનંદ જોતાં થાય કે સિદ્ધ ભગવંતોની સ્વરૂપસંસ્થિતિ કેવી તો અદ્ભુત હશે ! જગદગુરુ હીરસૂરિ મહારાજા. ઉનામાં તેઓશ્રીનું ચાતુર્માસ. ભીતરી આનંદ... 1. मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिय ॥१२५१॥ ૧૭૦ % મોલ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હમ ફરસન કે ૧૭૧

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93